મવડીમા વૈદવાડી બિસ્વીન પાણીનાં પ્લાન્ટમા કામ કરતા મુળ ઝારખંડનાં મજુર કાશીરામ રઘુનાથ ગોય (ઉ.વ. 3પ ) નામનાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કાશીરામ ત્રણ મહીનાથી પાણીનાં પ્લાન્ટમા કામ કરતો હતો. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમા વચેટ હતા આ મામલે આપઘાતનુ કારણ જાણવા માલવીયા પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ અરુણભાઇ ચાવડા સહીતનાં સ્ટાફે તપાસ શરૂ કરી છે. જયારે બીજા બનાવમા પેડક રોડ પર ગુજરાત સોસાયટીમા રહેતા જીતેશ ઘનશ્યામભાઇ ઝીંઝુવાડીયાએ પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે 108 નાં ઇએમટી કોમલબેન જોઇ તપાસ મૃત જાહેર કર્યો હતો આ અંગે બી ડીવીઝન પોલીસનાં એએસઆઇ જે. એમ. ઝાલા સહીતનાં સ્ટાફે તપાસ શરૂ કરી છે.
મવડીમાં પાણીના પ્લાન્ટમાં મજૂરી કરતાં શ્રમિકનો ગળેફાંસો ખાઇ આપઘાત
મવડીમા વૈદવાડી બિસ્વીન પાણીનાં પ્લાન્ટમા કામ કરતા મુળ ઝારખંડનાં મજુર કાશીરામ રઘુનાથ ગોય (ઉ.વ. 3પ ) નામનાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કાશીરામ…
