જીવરાજ પાર્કમાં ઈન્ટીરીયર ડિઝાઈનર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

બે વર્ષ પહેલા જ લગ્ન થયા’તા: ત્રણ બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં ઈન્ટીરીયર ડીઝાઈનર યુવાને અગમ્યકારણોસર…

બે વર્ષ પહેલા જ લગ્ન થયા’તા: ત્રણ બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની

શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં ઈન્ટીરીયર ડીઝાઈનર યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાનને બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. ત્રણ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, જીવરાજ પાર્કમાં અંબીકા ટાઉનશીપ પાસે આવેલા શિવ ટાઉનશીપ ગર્વમેન્ટ કવાર્ટરમાં વીંગ નં.બી-5માં રહેતાં વૈભવ છગનભાઈ કડછી (ઉ.31) નામના પટેલ યુવાને આજે સવારે પોતાના ઘરે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક વૈભવ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઈ હતો તેના હજુ બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. મૃતક વૈભવ અને તેની પત્ની એકતાબેન બન્ને ઈન્ટીરીયર ડીઝાઈનરનું કામ કરતાં હતાં. આજે સવારે વૈભવે તેના માતા વિજયાબેનના રૂમમાં જઈ આ પગલું ભરી લીધું હતું. જો કે તેણે આપઘાત શા માટે કરી લીધો ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *