શેર બજારમા રોકાણના બહાને બે યુવાનો સાથે રૂ. 28.36 લાખની ઠગાઇ

જામનગરના વધુ બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને અને મોટું પ્રોફિટ મેળવવાના બહાને એક ચિટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે અને બંને યુવાનોએ કુલ…

જામનગરના વધુ બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને અને મોટું પ્રોફિટ મેળવવાના બહાને એક ચિટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે અને બંને યુવાનોએ કુલ 28.36 લાખની રકમ ગુમાવી હોવાથી જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે, જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા કેવીન હિતેશભાઈ રોલા નામના 27 વર્ષના પટેલ વેપારી યુવાને શેરબજારમાં રોકાણના બહાને પોતાની સાથે તેમજ પોતાના મિત્ર અજયસિંહ યુવરાજસિંહ જાડેજા સાથે રૂૂપિયા 28 લાખ 36 હજારની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા રાહુલ વાસાણી નામના શખ્સ સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કેવિન હિતેશભાઈ પટેલ કે જે રાહુલ વાસાણી ના સંપર્કમાં આવ્યો હતો અને તેણે આજથી છ મહિના પહેલા શેરબજારમાં રોકાણ કરવા ના બહાને મોબાઈલ ફોનમાં એપ્લિકેશન બતાવી હતી, અને કેવી રીતે પ્રોફિટ થાય છે, તે બધું સમજાવ્યા બાદ કટકે કટકે રૂૂપિયા 19 લાખ 36 હજારની રકમ મેળવી લીધી હતી, અને બેંક મારફતે રાહુલ વાસાણી ના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

ત્યારબાદ મોબાઈલ એપ્લિકેશનમાં મોટો નફો મળ્યો છે, તેમ દર્શાવી લાલચ આપી હતી, અને આ ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ હોય એટલે તેમાં વળતર મળવામાં વાર લાગે, તેવુ કહી સમય કાઢ્યા રાખ્યો હતો. આ ઉપરાંત તેનો અન્ય એક મિત્ર અજય સિંહ યુવરાજસિંહ જાડેજા કે જેની પાસેથી પણ કટકે કટકે 9 લાખ રૂૂપિયા રાહુલ વાસાણીએ રોકાણના બહાને બેંક મારફતે મેળવી લીધા હતા. ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો, અને ગુમ થઈ ગયો હતો. આખરે કેવીન પટેલ દ્વારા આ મામલાને જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોતાની તથા પોતાના મિત્ર અજયસિંહ ની કુલ રૂૂપિયા 28,36,000 ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આરોપી હાલ ભાગી છુટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *