મચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસ

વરસાદી ભેજનું પ્રમાણવધતા મચ્છરોનો ઉપદ્રવ ફરી વધ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેંગ્યુ-2, ટાઈફોડ-2, કમળો-4 તથા…

વરસાદી ભેજનું પ્રમાણવધતા મચ્છરોનો ઉપદ્રવ ફરી વધ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેંગ્યુ-2, ટાઈફોડ-2, કમળો-4 તથા શરદી-તાવ, ઉધરસના 1651 અને ઝાડા-ઉલ્ટીના વધુ 208 કેસ નોંધાતા રહેણાક તેમજ કોમર્શીયલ એકમોમાં ચેકીંગ હાથ ધરી મચ્છર ઉત્તપતિ સબબ 414 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.

મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.9/6/2025 થી તા.15/06/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 38,893 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 287 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 799 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂરલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 80 અને કોર્મશીયલ 334 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *