પાકિસ્તાની વિમાન ક્રેશ થતા પાંચ વ્યકિતએ જીવ ગુમાવેલ

અમદાવાદ માં આજે એર ઇન્ડિયા નું જંગી પ્રવાસી વિમાન ક્રેશ થયું છે, અને વિમાન ના મુસાફરો અને સ્થાનિક નાગરિકો સહિત અનેક ના મૃત્યુ થયા છે.…

અમદાવાદ માં આજે એર ઇન્ડિયા નું જંગી પ્રવાસી વિમાન ક્રેશ થયું છે, અને વિમાન ના મુસાફરો અને સ્થાનિક નાગરિકો સહિત અનેક ના મૃત્યુ થયા છે. ત્યારે જામનગર ના શહેરી વિસ્તાર માં આ પ્રકારની પ્લેન ક્રેશ અને સ્થાનિક નાગરિકોના મૃત્યુ ની યાદ તાજી થઈ છે. 1971 ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, તે સમયે જામનગરના શહેરી વિસ્તારમાં પ્લેન ક્રેશ ની દુર્ઘટના થઈ હતી.

અને પાકિસ્તાની વિમાન ક્રેશ થઈ ને ખાસ કરી ને લીમડાલેન વિસ્તારમાં પડ્યું હતું, અને પ્લેન નો કાટમાળ નીચે પડવાના કારણે ચાર નાગરીકોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત પ્લેનનો અમુક હિસ્સો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પડ્યો હતો, જ્યારે પ્લેનમાં આગળનો ભાગ ત્રણ બત્તી વિસ્તારમાં પડ્યો હતો. આ વેળા એ જામનગર શહેરમાં ઘોડાગાડી ચાલતી હતી, અને એક ઘોડાગાડી પર પ્લેન નો કેટલોક ભાગ પડતાં ઘોડાગાડી ચાલક અને ઘોડા સહિત બંનેના પણ મૃત્યુ થયાના અહેવાલો મળ્યા હતા. આમ 1971 ની સાલમાં શહેરી વિસ્તારમાં પ્લેન ક્રેશ ની ઘટનામાં જે તે વખતે પાંચ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું જેતે વખતના સ્થાનિક રહેવાસી ની વાતચિત મારફતે જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *