Connect with us

Sports

મુંબઇ ઇન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ આઇપીએલમાં સૌથી વધારે, 725 કરોડ

Published

on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે યોજાવાની છે. તેની તમામ 10 ફ્રેન્ચાઈઝી તેમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. બુધવારે મુંબઈ ઈન્ડિયન્સે ઈન્સ્ટાગ્રામ પર મોટી માહિતી શેર કરી. તેમણે બ્રાન્ડ વેલ્યુના આધારે તમામ 10 ટીમોની રેન્કિંગ સમજાવી. મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રૂૂ. 725 કરોડ છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધીમાં પાંચ વખત ચેમ્પિયન બની છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે દરેક વખતે ટાઇટલ જીત્યું છે. તેણીએ 2013, 2015, 2017, 2019 અને 2020 માં ટાઇટલ કબજે કર્યું હતું. ટીમ છેલ્લી ત્રણ સિઝનમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. તે 2021 અને 2022માં ટોપ ચારમાં સ્થાન મેળવી શકી ન હતી. 2023માં મુંબઈને પ્લેઓફમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ પછી મહેન્દ્ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ બ્રાન્ડ વેલ્યુના મામલે બીજા ક્રમે છે. ચેન્નાઈની બ્રાન્ડ વેલ્યુ અંદાજે રૂૂ. 672 કરોડ (યુએસ 80.6 મિલિયન) છે. ચેન્નાઈની ટીમ પણ પાંચ વખત ચેમ્પિયન બની છે. ધોનીએ 2010, 2011, 2018, 2021 અને 2023માં ટીમને વિજેતા બનાવી છે. ગત વખતે ચેન્નાઈએ ગુજરાત ટાઈટન્સને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું. બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની બ્રાન્ડ વેલ્યુ આશરે રૂૂ. 655 કરોડ (યુએસ 78.6 મિલિયન) છે. કોલકાતાએ 2012 અને 2014માં આ ખિતાબ કબજે કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે. આરસીબીની બ્રાન્ડ વેલ્યુ લગભગ રૂૂ. 582 કરોડ (યુએસ 69.8 મિલિયન) છે. અત્યાર સુધી ટીમ ચેમ્પિયન બની શકી નથી. 2022માં પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઇટન્સ ટીમ પાંચમા સ્થાને છે. તેની બ્રાન્ડ વેલ્યુ આશરે રૂૂ. 545 કરોડ (યુએસ 65.4 મિલિયન) છે. દિલ્હી કેપિટલ્સ છઠ્ઠા સ્થાને, 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ સાતમા સ્થાને, 2016ની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ આઠમા સ્થાને, લખનૌ સુપર જાયન્ટ્સ નવમા સ્થાને અને પંજાબ કિંગ્સ 10મા સ્થાને છે.

Sports

અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા

Published

on

By

આવતીકાલથી અન્ડર-17 મહિલા હોકી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ

રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. 17 થી પ્રારંભ થયો હતો. જેમાં 25 જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.


આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે 5 1 થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર 15 બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.


ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ 25 જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 20 જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. 21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.

Continue Reading

Sports

બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી

Published

on

By

પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.


હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.

Continue Reading

Sports

સૌરવ ગાંગુલીએ અપમાન કરનાર યુટ્યુબર સામે નોંધાવી ફરિયાદ

Published

on

By

ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ દાખલ કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા.તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.


સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને ઇઈઈઈં તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી.



Continue Reading
રાષ્ટ્રીય3 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય3 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય4 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય4 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય4 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત4 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય5 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

ગુજરાત1 day ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending