મોટા ખોખરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ઉપર હુમલો

ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના મોટા ખોખરા ગામની પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર ઉપર હુમલો થયો છે. મોટા ખોખરા ગામે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા આસિસ્ટન્ટ બ્રાન્ચ…

ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના મોટા ખોખરા ગામની પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર ઉપર હુમલો થયો છે.

મોટા ખોખરા ગામે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર વિરેન્દ્રસિંહ પરમારે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, બે દિવસ પહેલા વિધવા સહાય પેટે એક લાખ રૂૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. ત્રીજા દિવસે વધુ પૈસાની જરૂૂર હતી, પરંતુ ઉપરી અધિકારીએ બીજા દિવસે પૈસા મોકલવાનું જણાવ્યું હતું.
દરમિયાનમાં નાના ખોખરા ગામની વિધવા બહેનો પૈસા લેવા આવી હતી. પૈસા ન હોવાથી વિરેન્દ્રસિંહે તેમને ના પાડી. આથી અજાણ્યા યુવકે ધમકી આપી અને ખોખરાના સરપંચ પ્રદીપભાઈને બોલાવ્યા હતા. સરપંચે ત્યાં આવી ગાડી ભાડું અને પૈસા આપવાની માગણી કરી હતી.

ત્યારબાદ બંને જણાએ વિરેન્દ્રસિંહ સાથે ઝપાઝપી કરી તેમનું ટી-શર્ટ ફાડ્યું હતું અને રેતીમાં પછાડી દઈ માર માર્યો હતો. જેમાં વિરેન્દ્રસિંહની કોણીમાંથી લોહી નીકળ્યું અને સરપંચે તેમના કાન પર લાફો માર્યો હતો.
તેમજ ગામમાંથી નીકળી જવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પોસ્ટ અધિકારી વિરેન્દ્રસિંહને સર ટી. હોસ્પિટલ ભાવનગરમાંપ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *