ડિમોલિશનનો છેલ્લો દિવસ, બે ધાર્મિક સહિત 30 મિલકતો તોડી પડાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે થી સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ…

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે થી સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ સુધીમાં 315 મિલકતો તોડી પાડવામાં આવી હતી.જ્યારે આજે બાકી રહેલી બે ધાર્મિક સ્થળો સહિતની 30 મિલકતો માં પાડતોડ કરવામાં આવી રહી છે.

જામનગરના સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધી 3.5 કી.મી નો વિસ્તાર કે જેમાં 331 મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, અને તેના ભાગરૂૂપે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે 111 મિલકતો માં માર્કિંગ કરાયેલી જગ્યા સુધી નું ડીમોલેશન કરી લેવામાં આવ્યું હતું.

ત્યારબાદ રવિવાર-સોમવાર અને મંગળવારે પણ સવાર થી ડિમોલીસન અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું, અને આજે બાકી વધેલી 30 જેટલી મિલકતો માં પાડતોડ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.જેમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે, અને મનપાના 100 થી વધુ નો સ્ટાફ જોડાયેલો હતો, સાથે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.અને એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે. ગઈકાલે ચોથા દિવસે પણ આ ડિમોલિશનની કામગીરી યથાવત રીતે ચાલુ રાખવામાં આવી હતી. 50 મિલકતો તોડવામાં આવી હતી . જયારે આજે બુધવારે બાકી 30 મિલકતો માં તોડફોડ કરવામાં આવી રહી છે. આમ અત્યાર સુધીમાં 315 મિલકતો માં પાડતોડ પૂર્ણ કરી લેવામાં આવી છે. અને બાકી રહેલી અધુરી કામગીરી આજે જુદી જુદી ચાર ટીમોને દોડાવીને પૂર્ણ કરાવવામાં આવી રહી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં તેમજ રામેશ્વર નગર વિસ્તારમાં ડીપી રોડની કપાતની કામગીરી દરમિયાન બે ધાર્મિક સ્થળો આવી જાય છે. આ મિલકત જ્યાં પણ કપાત કરવાની હોવાથી બંને ધાર્મિક સ્થળના સંચાલકો-વ્યવસ્થાપકો વગેરેને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. જેમાં બંને ધાર્મિક સ્થળો ને સ્વયંભૂ રીતે દૂર કરવા માટેની કામગીરી કરી લેવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જેથી તંત્રએ બંને ધાર્મિક સંસ્થાના વ્યવસ્થાપકોને પૂરી તક આપી છે અને આજ સાંજ સુધીમાં બંને ધાર્મિક સ્થળોની જગ્યા ખાલી કરવાની કામગીરીને અનુરૂૂપ ખુલ્લી કરી દેવા નું અલ્ટીમેટમ અપાયું છે. જે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ટીમ જાતે જ ઉપરોક્ત ધાર્મિક સ્થળ વાળી જગ્યાને ખુલ્લી કરાવશે તેમ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *