વાંકાનેર વિશપરામાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરના વિશીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને માતા સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર…

વાંકાનેરના વિશીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને માતા સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના વિશીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા હેતલબેન પ્રવીણભાઈ રાઠોડ (ઉ.20) ને તેના માતા એ ઘરકામ બબાતે સવારના ઠપકો આપેલ હોય જે બાબતે માતા દીકરી વચ્ચે બોલાચાલી થયેલ હોય જે કારણે હેતલબેનને મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા નજીક ટ્રક પાછળ કાર અથડાતા પાંચને ઈજા
માળિયા સુરજબારી ચેક પોસ્ટ નજીક દેવ સોલ્ટ સામે બોલેરીના ચાલકે કારને ઠોકર મારતા કાર અજાણ્યા ટ્રક પાછળ ભટકાઈ જતા કારમાં બેઠેલ બાળક સહીત પાંચને ઈજા પહોચી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે. મોરબીના ઘૂટું ગામે હરીઓમ પાર્ક માં રહેતા અંકિતભાઈ ચંદુભાઈ ઘોળું એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બોલેરો પીકઅપ એપી 16 ટીસી 8627 ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવીને બલેનો કાર જીજે 36 એસી 3190 કે જે આગળ ટ્રાફિક હોય અને અંકીતભાઈ એ બ્રેક મારી ઉભી રાખતા પાછળથી આવી ઠોકર મારી બલેનો કાર આગળ ઉભેલ અજાણ્યા ટ્રકની પાછળ ભટકાઈ જતા અંકીતભાઈને સમાન્ય ઈજા પહોચી હતી તો કારમાં સવાર તેના પત્ની તરુણાબેનને માથાના ભાગે, દીકરા અક્ષરને જમણા પગે સાથળના ભાગે, કાકા શાંતિલાલ મગનલાલ ઘોળુંને માથાના ભાગે તથા કાકી શમતાબેન શાંતિલાલ ઘોળુંને આંખ પર ઈજા પહોચી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *