જસદણના સાણથલી ગામે નશાખોર યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

જસદણના સાણથલી ગામે નશાખોર યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ સાણથલી ગામે રહેતા…

જસદણના સાણથલી ગામે નશાખોર યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ સાણથલી ગામે રહેતા દિપક ધનજીભાઇ સિરોયા (ઉ.વ.39) નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનુ મોત નીપજ્યુ હતુ આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આટકોટ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. તેને દારૂ પીવાની કુટેવ હતી અને કઇ કામ ધંધો કરતો ન હતો. પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *