જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમા પગલે દિન પ્રતિદિન વધતું જાય છે. હાલ જામનગર શહેરમાં કુલ 11 એક્ટિવ પોઝિટિવ કેસ હતા, અને તમામ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ છે. દરમિયાન આજે એક વધુ પોઝિટિવ કેસ નોંધાયો છે.
જામનગરમાં કામદાર કોલોની રહેતા એક દર્દી નો રિપોર્ટ કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જેમને શરદી ઉધરસ અને કફની અસર જણાતા તેમનું કોવિડ સેમ્પલ લેવાયું હતું, અને તેનો પોઝિટિવ રીપોર્ટ મળ્યો છે.
જોકે તેઓ ને હોમ આઇશોલેશનમાં રખાયા છે, જ્યારે તેમના પરિવારના જરૂૂર જણાય તો સેમ્પલો લેવાની કાર્યવાહી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જામનગર શહેરમાં કુલ 12 પોઝિટિવ કેસ એક્ટિવ છે, અને તમામ હોમ આઇસોલેશનમાં છે. સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોઈ દર્દીને દાખલ કરવામાં આવ્યા નથી.
