જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પંકજભાઈ દેવશીભાઈ ચાવડા નામના 43 વર્ષના આહિર જ્ઞાતિના ખેડૂત યુવાને ગઈકાલે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી દઈ આત્મહત્યા નો પ્રયાસ કરતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક ખેડૂત યુવાન કે જેના આજથી 10 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા, અને ત્યારથી પોતે એકલવાયું જીવન જીવતો હતો. જે એકલવાયા જીવનથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
