વિધર્મીઓ-પરપ્રાંતિઓને મકાન આપવાની મનાઈ

રાજકોટનાં પેલેસ રોડ ઉપર આવેલા વર્ધમાન નગરમાં લાગેલા બોર્ડ લાગતા ભારે ચકચાર પરપ્રાંતિઓ-વિધર્મીઓ ન્યુસન્સ ફેલાવતા હોવાનો આરોપ, તંત્ર સમક્ષ રજૂઆત રાજકોટનાં પેલેસ રોડની પાછળ આવેલા…

રાજકોટનાં પેલેસ રોડ ઉપર આવેલા વર્ધમાન નગરમાં લાગેલા બોર્ડ લાગતા ભારે ચકચાર

પરપ્રાંતિઓ-વિધર્મીઓ ન્યુસન્સ ફેલાવતા હોવાનો આરોપ, તંત્ર સમક્ષ રજૂઆત

રાજકોટનાં પેલેસ રોડની પાછળ આવેલા રાજકોટના વર્ધમાનનગર વિસ્તારમાં હાલ તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા પોતાના વિસ્તારમાં બેનરો લગાડવામાં આવ્યા છે, જેમાં વિધર્મી અને પરપ્રાંતિ લોકોને મકાન ભાડે કે વેચાણથી નહીં આપવાની અપીલ કરવામાં આવી છે. આ બેનરોએ શહેરભરમાં ચર્ચા જગાવી છે.વર્ધમાનનગરના રહીશોનો આક્ષેપ છે કે, વિસ્તારમાં પરપ્રાંતિ લોકો ઘરો ભાડે રાખીને ઔદ્યોગિક એકમો ચલાવી રહ્યા છે.

જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી અવાજ પ્રદુષણ, કચરાનો નિકાલ અને ટ્રાફિક જેવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે.વધુમાં, સ્થાનિકો દ્વારા એવી પણ ફરિયાદ કરવામાં આવી છે કે, પરપ્રાંતિ અને વિધર્મી લોકોના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વિસ્તારની મહિલાઓને પરપ્રાંતિ અને વિધર્મીઓ દ્વારા પજવણી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ અને અસુરક્ષાની ભાવના પ્રવર્તી રહી છે.આ ગંભીર સમસ્યાઓને લઈને વર્ધમાનનગરના રહીશો દ્વારા પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *