સ્તનપાન કરતા બે મહિનાના બાળકનું બેભાન થઇ જતાં મોત

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમા સ્તનપાન કરતા બે મહિનાનાં માસુમ બાળકનુ બેભાન થઇ જતા મોત નીપજયુ છે. આ બનાવથી પરપ્રાંતિય શ્રમીક પરીવારમા…

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમા સ્તનપાન કરતા બે મહિનાનાં માસુમ બાળકનુ બેભાન થઇ જતા મોત નીપજયુ છે. આ બનાવથી પરપ્રાંતિય શ્રમીક પરીવારમા ઘેરો શોક છવાઇ જવા પામ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે રૂમ ભાડે રાખી રહેતા છોટુ સોનકર નામના શ્રમીકનો બે મહીનાનો પુત્ર આકાશને આજે સવારે તેની માતા સ્તનપાન કરાવતી હતી ત્યારે અચાનક આકાશ બેભાન થઇ જતા તેને સારવાર માટે ઝનાના હોસ્પીટલમા ખસેડાયો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી બાળકને મૃત જાહેર કરતા શ્રમીક પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.

આ અંગે સિવીલ ચોકીનાં સ્ટાફે પ્રાથમીક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમીક તપાસમા છોટુ સોનકર મુળ ઉપર પ્રદેશનો વતની અને હાલ કોઠારીયા સોલવન્ટમા પત્ની અને બાળકો સાથે રહે છે. તેને સંતાનમા બે પુત્ર છે જેમા આકાશ નાનો હતો. માસુમ પુત્રનાં મોતથી પરીવારમા ઘેરો શોક છવાઇ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *