ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિ

મૃતાત્માઓના મોક્ષાર્થે અને સરકારને સદ્બુદ્ધિ માટે ઘટનાસ્થળે હવન યોજાયો પીડિત પરિવારોને નોકરી, પૂરતી સહાય અને સમગ્ર કેસની ફેરતપાસની માગણી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, પોલીસ તંત્ર…

મૃતાત્માઓના મોક્ષાર્થે અને સરકારને સદ્બુદ્ધિ માટે ઘટનાસ્થળે હવન યોજાયો

પીડિત પરિવારોને નોકરી, પૂરતી સહાય અને સમગ્ર કેસની ફેરતપાસની માગણી

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, પોલીસ તંત્ર રાજ્ય સરકારની ભ્રષ્ટ નીતિને પગલે હૃદય કમ્પાવનાર ઝછઙ અગ્નિ કાંડની ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું છતાં પીડીત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાછળ 25મે 2024ના બપોરે ચાર વાગે બનેલી અગ્નિકાંડની ઘટનાએ રાજ્યભરમાં હાહાકાર મચાવેલ આ અગ્નિકાંડની ઘટનાં બાદ પણ રાજ્ય સરકાર સંવેદનશીલ ન બનતા ફાયર બ્રિગેડના ભ્રષ્ટાચારી અધિકારીઓ પણ એક પછી એક જેલ ભેગા થયા સરકારમાં કરપ્શન અનલિમિટેડ હોય અને ગાંધી છાપ વગર ક્યાંય કામ થતાં ન હોય અને રાજ્યભરમાં અને રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને પગલે આ ગેમ ઝોન કાંડમાં 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 27 માનવ જિંદગી ભડથું થઈ ગઈ હતી.

આ ઘટનાને એક વર્ષ થાય ત્યારે પિડીત પરિવારોને ન્યાય ન મળતા પિડીત પરિવારોની સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિકાંડની જે ઘટના બની હતી તે સ્થળ પર સવારે 11:00 કલાકે સરકારને સદબુદ્ધિ આપે અને મૃતાત્માઓના મોક્ષાર્થે પિડીત પરિવારોની સાથે હવનનું આયોજન કરવામાં આવેલ. આ તો કે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે પિડીત પરિવારો માંથી એક વ્યક્તિને નોકરી મળે, અપૂરતી જે સહાય આપવામાં આવી છે તે સહાય પુરતી આપવામાં આવે, મોરબી કાંડ અને હરણી કાંડ જેટલી સહાયની રકમ રાજ્ય સરકાર ચૂકવે કોર્પોરેટર અને ધારાસભ્ય કે પદાધિકારીઓની સામે ફક્ત નિવેદનો નોંધી ક્લીન ચીટ આપી હતી ત્યારે પુન: આ લોકોની સામે ફેર તપાસ કરી આરોપી બનાવે.

આજે સંવેદનશીલ અને ગરીબોની વાતો કરનારી સરકાર ની બેદરકારીને બદલે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ પણ હજુ થયો નથી. આરોપીઓ દ્વારા પોતાના વકીલો દ્વારા જાણી જોઈને કેસ લંબાવામાં આવી રહ્યો છે. ડે ટુ ડે કેસ ચલાવવાની અરજી ની હજુ કોઈ સુનવણી થઈ નથી. ધીમે ધીમે એક પછી એક આરોપીઓ છૂટી રહ્યા છે અત્યાર સુધીમાં ચાર આરોપીઓનો જમીન પર છૂટકારો થતા સરકારની નીતિ રીતી સામે પીડીત પરિવારોમાં પણ આક્રોશ ભભૂકયો છે.

ગઇકાલે હવનના કાર્યક્રમમાં તત્કાલીન સમયે 15 દિવસ સુધી રાજકોટમાં ન્યાય માટેની લડત ચલાવનાર કોંગ્રેસના તમામ આગેવાનો અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોમાં ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, તુષારભાઈ નંદાણી, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, રોહિતસિહ રાજપૂત, નરેન્દ્રભાઈ સોલંકી, મુકુંદભાઈ ટાંક, નાગજીભાઈ વિરાણી, યજ્ઞેશભાઇ દવે, લાખાભાઈ ઊંધાડ, ડી પી મકવાણા, સલીમભાઈ કારીયાણી, નિલેશભાઈ મારુ, પ્રભાતભાઈ ડાંગર, જાગૃતીબેન ડાંગર, મનીષાબા વાળા, દીપ્તિબેન સોલંકી, દીપુબેન રવીયા, ચિંતનભાઈ દવે, અજીતભાઈ વાંક, કનકસિંહ જાડેજા, સુરેશભાઈ બથવાર, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નિદતભાઈ બારોટ, હેમલભાઈ પેસીવાડીયા, હરપાલસિંહ જાડેજા, નયનાબા જાડેજા, જયાબેન ટાક, રસિકભાઈ ભટ્ટ, અશોકભાઈ વાળા, રાજેશભાઈ ભૂત, બિંદીયાબેન તન્ના, કિંજલબેન જોષી, જયાબેન ચૌહાણ, જીગ્નેશ બોરડ, જયંતીભાઈ પટેલ, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, હરેશભાઈ ભારાઈ, વિક્રમભાઈ સોલંકી સહિતના આગેવાનો કાર્યકરો પીરિત પરિવારો સાથે હવનમાં આહુતિ આપવા જોડાયા હતા.

સંવેદનશીલ કાર્યક્રમમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગાયબ
રાજકોટ શહેરના રાજકારણમાં સૌથી ચર્ચાસ્પદ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં અને તેમાંથી ફરી કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ કોંગ્રેસના તમામ કાર્યક્રમોની માફક ગઇકાલના આ સંવેદનશીલ કાર્યક્રમમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગેરહાજર રહેતા કાર્યકરોમાં ચણભણાટ શરૂ થયો છે. કાર્યકરો વેદના ઠાલવતા નજરે પડ્યા હતા અને જણાવતા હતા કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પ્રદેશ નેતાઓ રાજકોટ આવે ત્યારે માત્ર ફોટા પડાવવા પહોંચી જાય છે અને પોતે અલગ કોંગ્રેસ ચલાવતા હોય તેમ કોંગ્રેસના નામે પત્રકાર પરિષદો સંબોધે છે. પરંતુ જયારે પણ કોંગ્રેસ આંદોલનના કાર્યક્રમો આપે ત્યારે ગાયબ થઇ જાય છે. કોંગ્રેસના જમીનસ્તરના કાર્યક્રમોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કયારેય હાજર રહેતા નથી અને હીરોગીરી કરવાની હોય ત્યારે ફોટા પડાવવા સૌથી આગળની હરોળમાં ગોઠવાઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *