માહિ ડેરીના નિવૃત્ત મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં નવા રીંગ રોડ પર રહેતા માહિ ડેરીના નિવૃત જનરલ મેનેજરનું હદય રોગનો હુમલો…

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં નવા રીંગ રોડ પર રહેતા માહિ ડેરીના નિવૃત જનરલ મેનેજરનું હદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ નવા 150 ફૂટ રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટ પાસે ધ ટેમ્પલ નામના બિલ્ડીંગમાં રહેતા ડો. સંજય ભાણજીભાઈ પટેલ (ઉ.વ.62) નામના વૃદ્ધ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક ડો. સંજયભાઈ વેટરનીટી તબીબ હતા તેઓ ત્રણ ભાઈમાં નાના અને સંતાનમાં બે પુત્ર છે. તેઓ અગાઉ રાજકોટ ડેરીમાં હતા બાદમાં માહિ ડેરીમાં જનરલ મેનેજર હતાં. અને ચાર વર્ષ પહેલા નિવૃત થયા હતાં. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *