દૂર્ઘટના બાદ દોડતુ ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં: સ્ટાફના અભાવે શહેરીજનો રામ ભરોશે
રહેણાકમાં સીલ લાગતા ન હોય બિલ્ડિંગ એસોસિએશનોની બેદરકારી સામે તંત્ર લાચાર
રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દૂર્ઘટના બાદ સતત બે માસ સુધી ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી મુદ્દે કોમર્શીયલ તથા રહેણાકની હાઈરાઈઝ બિલ્ડીંગો સહિતના સ્થળે ચેકીંગ હાથ ધરી મિલ્કત સીલ કરવા સહિતની કામગીરી હાથ ધરેલ ત્યાર બાદ થોડા સમયમાં કામગીરી ઢીલી પડી ગઈ હતી. અને એટ્લાન્ટીક દુર્ઘટના સર્જાતા ફરી વખથ ફાયર વિભાગે એ જ પ્રકારની કાર્યવાહી સરૂ કરી નોટીસો આપવાનો પ્રારંભ કર્યો હતો. છતાં ફાયર વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની ખુરશી ખાલી રહેતા 2091 મિલ્કતો આજે પણ મોતના સામાન માફક ઉભી છે. અને ફાયર વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરાતી હોવાના ગાણા ગાવાનું ચાલુ રાખ્યું છે.
મનપાના ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટર ફાયર ઓફિસરની ટીારપી ગેમઝોન અગ્નિકાંડ દૂર્ઘટનામાં ધરપકડ થયા બાદ છેલ્લા આઠ માસથી ફાયર વિભાગની સુપ્રીન્ટેન્ડની પોસ્ટ ભરવામાં આવી નથી. અગાઉ સરકાર દ્વારા ફાયર સુપ્રીટેન્ડની નિમણુંક કરેલ પરંતુ આ ઓફિસર એક મહિનામાં જ લાંચ લેતા પકડાઈ જતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલલ ઈન્ચાર્જ ફાયર સુપ્રીન્ટેન્ડથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. ટીઆરપી ગેમઝોન બાદ અનેક એકમો ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી મુદ્દે સીલ કરવામાં આવ્યા હતાં. જે ક્રમશ: ખુલવા લાગ્યા છે. છતાં તે વખતે અનેક એકમોએ ફાયર એનઓસી મેળવેલ નહીં અને ફાયર વિભાગે પણ લગડધગડ કામગીરી ચાલુ રાખી હતી ત્યારે જ ફરી વખત 150 ફૂટ રીંગ રોડ ઉપર એથ્લાન્ટીક એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગતા બે લોકોના મોત નિપજ્યા હતાં.
આ ઘટનાના પગલે ફાયર તંત્ર સફાલુ જાગ્યું હતું અને ફરી વખત કોમર્શીયલની સાથો સાથ રહેણાકની ઈમારતમાં પણ પાયર એનઓસી અને ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરી નળ જોડાણો તેમજ વીજ કનેક્શન કાપવા સહિતની તૈયારીઓ કરી હતી. તેમજ ફાયર એનઓસી ન હોય તેવી ઈમારતોને નોટીસ આપવામાં આવેલ જેમાં આજ સુધીમાં 2106 એકમોને ફાયર એનઓસી મુદ્દે નોટીસ પાઠવવામાં આવેલ પરંતુ આજ સુધી 90 ટકાથી વધુ એકમોએ ફાયર એનઓસી મુદદ્દે કોઈ કાર્યવાહી ન થતાં આજે 1991 જીવતા માચડાઓ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. નોટીસ અપાયેલ 2106 પૈકી ફક્ત 15 એકમોએ જરૂરી ડોક્યુમેન્ટ અને નિયમો મુજબ ફાયર એનઓસી મેળવેલ છે. જ્યારે બાકી રહેલા 2091 એકમો આજે પણ રામ ભરોષે રહ્યાનુેં જાણવા મળેલ છે. જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં ફાયર વિભાગ દ્વારા તમામ વિગત આપવામાં આવી છે.
ફાયર એનઓસી વગરના એકમોની વોર્ડ અને ફાયર સ્ટેશન વાઈઝ યાદી
ફાયર એનઓસી મુદ્દે નોટીસો આપવામાં આવી છે. જેમાં ફાયર સ્ટેશન હેઠળ આવતા વિસ્તારો તેમજ વોર્ડ મુજબ યાદી જાહેર કરવામાં આવેલ છે. જેમાં રામાપીર ફાયર સ્ટેશનના વોર્ડ નં. 1 માં 187 વોર્ડ નં. 9 167 તથા મવડી ફાયર સ્ટેશન વોર્ડ નં. 12 168 વોર્ડ નં. 13 169, ઈઆરસી વોર્ડ નં. 4 171, બેડીપરા ફાયર સ્ટેશન વોર્ડ નં. 5 36, વોર્ડ નં. 6 71, વોર્ડ નં. 15 19, રેલનગર વોર્ડ નં. 2 74, વોર્ડ નં. 3 126, કોઠારિયા ફાયર સ્ટેશન વોર્ડ નં. 16 7, 17 7, વોર્ડ નં. 18 66, કનક રોડ ફાયર સ્ટેશન વોર્ડ નં. 7 235 વોર્ડ નં. 14 116, કાલાવડ રોડ વોર્ડ નં. 8 202, વોર્ડ નં. 10 102 અને વોર્ડ નં. 11માં 83 એકમો સહિત 2106 ઈમારતોને નોટીસ આપવામાં આવેલ જે પૈકી 15 આસામીઓએ ફાયર એનઓસી મેળવી છે.
