રાજકોટની વિદ્યાર્થિની ઝાલા દેવયાનીબા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં દેશનું નેતૃત્વ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજ માતુ વિરબાઈમા મહિલા આર્ટસ કોલેજ રાજકોટ માટે આ એક અત્યંત ગૌરવની ક્ષણ છે કે તેજસ્વી એથ્લેટિક્સ પ્લેયર ઝાલા દેવયાનીબા…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજ માતુ વિરબાઈમા મહિલા આર્ટસ કોલેજ રાજકોટ માટે આ એક અત્યંત ગૌરવની ક્ષણ છે કે તેજસ્વી એથ્લેટિક્સ પ્લેયર ઝાલા દેવયાનીબા આગામી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર રનીંગ ઇવેન્ટમાં ભારતની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા માટે આગામી તા.16 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન જર્મની ખાતે જશે.

દેવયાનીબાએ પોતાની અસાધારણ રમત ક્ષમતા અને સખત પરિશ્રમના બળે આ સ્થાન હાંસલ કર્યું છે. તેમનું વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થવું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પણ ગર્વની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સર્વ પ્રથમ ખેલાડી હશે જે વર્લ્ડ યુનિવર્સીટી માટે થઈ હોય તેમણે અગાઉ કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય અને ઓપન નેશનલમાં એથ્લેટિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, જે તેમની પ્રતિભાનો પુરાવો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ઉત્પલભાઈ જોશી અને શારીરિક શિક્ષણ નિયામક ડો.હરીશભાઈ રાબા એ અને પી.ટી.આઈ. ડો. પુનમબેન જુડાસિયા એ દેવયાનીબાને આ મોટી સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. અમે તેમના જર્મની ખાતેના પ્રદર્શન માટે ઉત્સુક છીએ અને તેમને સફળતા માટે અમારી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની આગવી ઓળખ બનાવશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોલેજ તેમજ દેશનું નામ રોશન કરશે. અમે દેવયાનીબાને તેમની જર્મનીની વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *