ભારે ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવ્યો: વરસાદી ઝાપટું વરસ્યું

જામનગર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યા બાદ સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને આકાશ કાળા ડિબાંગ વાદળો થી ઘેરાઈ ગયા બાદ પવનની…

જામનગર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યા બાદ સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને આકાશ કાળા ડિબાંગ વાદળો થી ઘેરાઈ ગયા બાદ પવનની સાથે સાથે મોટા મોટા વરસાદી છાંટા શરૂૂ થયા હતા.

થોડીવાર સુધી વરસાદી ઝાપટું ચાલુ રહ્યું હતું, જેના કારણે માર્ગો ભીંજાયા હતા. ઉપરાંત વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી. જોકે મોડેથી વરસાદ ધીમો પડ્યો હતો. પરંતુ આકાશમાં વાદળોના આંટાફેરા ચાલુ રહ્યા હોવાથી અને ગાજ-વિજ થઈ રહી હોવાથી હજુ વરસાદની શક્યતા રહેલી છે. જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં પણ બપોરે 4.00 વાગ્યા બાદ હવામાનમાં પલટો આવ્યા પછી મોટું વરસાદી ઝાપટું વરસી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *