ગંજીવાડામાં ઈમિટેશનનું કામ કરતી વેળાએ દાઝી ગયેલા યુવકે દમ તોડ્યો

  રાજકોટ શહેરના ગંજીવાડામાં ઈમીટેશનનું કામ કરતી વેળોઅ ગેસની નળી લીકેજ થતા આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…

 

રાજકોટ શહેરના ગંજીવાડામાં ઈમીટેશનનું કામ કરતી વેળોઅ ગેસની નળી લીકેજ થતા આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.43 માં રહેતો અને ઘરે જ ઈમીટેશનનું કામ કરતો દિલીપભાઈ સોમાભાઈ ગોહિલ (ઉ.વ.40)નામનો યુવાન આજે બપોરે પોતાના ઘરે ઈમીટેશનનું કામ કરતો હતો ત્યારે ગેસાના બાટલાની નળી લીકેજ થતા આગ લાગતા તે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણભાઇ બે બહેનમાં મોટો હતો અને આગના કારણે ઘરમાં કોઇ નુકસાની થઇ નહી હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં ન્યારીડેમ રોડ ઉપર રહેતા ક્રિષ્ના હરપાલભાઈ નામના 33 વર્ષના યુવાને બપોરના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *