કાંગશિયાળી ગામની કિંમતી જમીન પ્રકરણમાં કરવામાં આવેલી રીવીઝન અરજી નામંજૂર

  રાજકોટની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામની કિંમતી જમીનમાં વારસદારોના નામ કમી થઈ ગયેલ હોવા છતા તેમજ નાયબ કલેકટરે કરેલા હુકમ સામે રિવિઝન અરજી કલેક્ટરે નામંજૂર…

 

રાજકોટની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામની કિંમતી જમીનમાં વારસદારોના નામ કમી થઈ ગયેલ હોવા છતા તેમજ નાયબ કલેકટરે કરેલા હુકમ સામે રિવિઝન અરજી કલેક્ટરે નામંજૂર કરી મહત્વનો ચુકાદો આપ્યો હતો.

લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામની રેવન્યુ સર્વે નં.-472 ની જમીન હેકટર 0-62-73 સામાવાળાઓ ઉજીબેન વાલજીભાઈ પરમાર વિગેરેની આવેલ હતી, તેમાં વારસદારોના નામ કમી થવા અંગે તેમજ જમીનને લગત નાયબ કલેકટર દ્વારા કરવામાં આવેલ ડિલે નામંજુરના હુકમ સામેની બંને રિવિઝન કલેકટર નામંજુર રાખી નાયબ ક્લેક્ટર રાજકોટ પ્રાંત-2નો હુકમ કાયમ રાખેલ છે.

આ કામે અરજદાર ચેતના ભાબુભાઈ ડાભી તથા ધોળીબેન બાબુભાઈ ડાભીએ હકકપત્રકમાં નામ કમી થયેલ નોંધ નં.-7874 તા.1-07-2022 ના રોજ મંજુર હોય તેની સામે તથા ભુપતભાઈ બાબુભાઈ ડાભી તથા ખેંગારભાઈ બાબુભાઈ ડાભીએ હકકપત્રકમાં નામ કમી થયેલ નોંધ નં.-7830, તા. 3-03-2023 ના રોજ મંજુર થયેલ નોંધ સામે પહેલા વાંધો ઉભો કરી નાયબ કલેકટર સાહેબ(પ્રાંત-2) સમક્ષ જુદાજુદા બે અપીલ કેસ દાખલ કરી આ બન્ને નોંધ રદ કરવામાં અપીલ સામે ડિલે કોન્ડોનેશન અરજી દાખલ કરેલ હતી અને તેમાં જણાવેલ હતું કે હાલના સામાવાળાઓ ઉજીબેન વાલજીભાઈ પરમાર વિગેરે-5 નાઓએ અમારી ખોટી અને બનાવટી સહીઓ કરી અને આ જમીનમાંથી નામ કઢાવી નાખેલ છે, તેથી આ જમીનમાં કાયદેસરનુ અરજદારનું હિત સમાયેલ હોય, તેથી આ કામે ડિલેકોન્ડોનેશન લાગુ પડતું ન હોય તેથી ડીલ. મંજુર કરી આ મેટર મેરિટ ઉપર સાંભળવા માટે અરજ કરેલ હોય, પરંતુ આ કામે સામાવાળા તરફે ભાવેશ રંગાણી એન્ડ એશોસીએટસ વકીલ દ્વારા ડિલેકોન્ડોનેશન કરવા સામે કાયદાકીય જોગવાઈઓને આધીન રજુઆત તથા દલીલ કરેલ હોય, પ્રાંત અધિકારીએ અરજદારોની ઉપરોકત બન્ને અપીલ નામંજુર કરી દીધેલ હતી.

ઉપરોકત નામંજુર કરેલ ડિલે અરજીની સામે આ કામે બન્ને એક અરજદારોએ કલેક્ટર સમક્ષ બે રિવિઝન દાખલ કરી હતી તે બંનેમાં સામાવાળાઓના વકીલ દ્વારા કાયદાકીય રીતે અને ડિલેકોન્ડોનેશન કરવા સામે રજૂ કરેલ કાયદાકીય તેમજ અન્ય કોર્ટના ચુકાદાઓ, દલીલ તથા રજુઆત મંજુર રાખી અરજદારની રિવિઝન અરજી નામંજુર કરી નાયબ કલેકટર રાજકોટ, પ્રાંત-2નો ચુકાદો કાયમ રાખી અરજદારોનો આ જમીન ખોટી રીતે પચાવી પાડવાનો કારસો નિષ્ફળ કરેલ છે. આ કામે સામાવાળાના એડવોકેટ તરીકે ભાવેશ રંગાણી, વિશાલ ગીલોયા તથા ઈશાન ભટ્ટ રોકાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *