સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ

  સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ છે. પોલીસ…

 

સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ છે. પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધ શરૂૂ કરી છે. સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતાં મામલો વધુ ગંભીર બન્યો છે.

મળતી વિગત મુજબ, સુરતના પૂણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. 11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રનું અપહરણ થયું છે. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘરે બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઇ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાવી જતી દેખાઈ હતી.

પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઇ જતી દેખાઈ આવી હતી.

મેક માય ટ્રીપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઇ સામાન ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *