સોમનાથમાં પોલીસનું સઘન ચેકિંગ

તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદી હુમલો થયેલ હોય અને ગીર સોમનાથ જીલ્લામાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સોમનાથ મંદીર આવેલ હોય જેથી વેરાવળ રેલ્વે સ્ટેશન…

તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદી હુમલો થયેલ હોય અને ગીર સોમનાથ જીલ્લામાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સોમનાથ મંદીર આવેલ હોય જેથી વેરાવળ રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશને જરૂૂરી ચેકીંગ રાખી તકેદારી રાખવા આજરોજ વેરાવળ સીટી પો.સ્ટે. પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા બી.ડી.ડી.એસ. સ્કોડ ગીર સોમનાથ સાથે વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે આર.પી.એફ. તથા જી.આર.પી.એફ. સાથે સયુકતમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ તેમજ વેરાવળ સીટી પોલીસ દ્રારા બસ સ્ટેશન તથા ભીડભાડ વાળી જગ્યાએ ચેકીંગ તેમજ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જાહેર જનતા જોગ સંદેશ જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાઇ આવે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *