સૌ.યુનિ.એ અમરેલીની સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કર્યુ

વિદ્યાર્થીઓને એસ.ડી. કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવ્યું: પેપરલીક અંગે તપાસ શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમસ્ટર-4 અને સેમેસ્ટર-2ની બીજા તબક્કાની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં અમરેલીની…

વિદ્યાર્થીઓને એસ.ડી. કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવ્યું: પેપરલીક અંગે તપાસ શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમસ્ટર-4 અને સેમેસ્ટર-2ની બીજા તબક્કાની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં અમરેલીની એમ.ડી. સીતારામ કોલેજમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ કોલેજ ગ્રુપ નામના વોટ્સએપ ગ્રુપમાં જવાબો, ઉત્તરવાહી સહિતની સ્કિન શોર્ટ વાઈરલ થતાં કુલપતિ દ્વારા આ સીતારામ કોલેજનું સેન્ટર તાકિદે રદ કરી અને ત્યાંના છાત્રોને લો કોલેજમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષામાં જવાબ અને જવાબવહીના સ્કિનશોર્ટ વિદ્યાર્થીઓના ગ્રુપમાં વાઈરલ થયા હોવાની ફરિયાદ મળતા હાલ અમરેલીની એમડી સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કરી દેવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓને એસ.ડી. કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું છે. અને હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી કોમ સેમેસ્ટર-4ની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો સામે આવ્યો હતો. અમરેલીની એમડી સીતાપરા કોલેજમાંથી પેપર લીક થયું હતું અને તેના જવાબો પરીક્ષા શરૂૂ થયાની 15 મિનિટમાં સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા હતાં. તે ઉપરાંત કોલેજ ફ્રેન્ડ વોટ્સએપ ગ્રુપમાં પણ જવાબો વાયરલ થયા હતાં. વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના કુલપતિને પેપર લીક અંગે રજૂઆત કરાઈ હતી. ત્યાર બાદ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલા જવાબોના સ્ક્રિન શોટ પણ આપ્યા હતાં.

પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ બાદ યુનિવર્સિટીના કૂલપતિએ તપાસના આદેશ આપ્યા હતાં. હાલમાં અમરેલીની એમડી સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે. તેના સ્થાને નવું કેન્દ્ર એસડી કોટક લો કોલેજમાં ફાળવવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રના સીસીટીવી તાત્કાલિક યુનિવર્સિટીમાં આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. હવે એમડી સીતાપરા કોલેજમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એસડી કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *