અંધશ્રદ્ધામાં વધુ એક યુવતી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના જામરાવલ ખાતે એક યુવતી સાથે ભૂવાએ અમાનવીય વર્તન કર્યું છે. જેમાં વળગાડ હોવાનું કહી યુવતીને ઘૂંટણિયે ચલાવી છે. જેસા વાઘેલા નામના ભુવાએ યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવે છે. આ અંગેનો વીડિયો વાયરલ થતાં દ્વારકા જિલ્લામાં હડકંપ મચ્યો છે. અવારનવાર આ પ્રમાણે થતું હોવાનો દાવો પણ સ્થાનિકો કરી રહ્યાં છે.
વાયરલ વીડિયોમાં યુવતી શ્વાનની જેમ જ ચાલી રહી છે. ભૂત ઉતારતા હોવાનો વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે. જેસા વાઘેલા નામના ભૂવા વળગાડ ઉતારી રહ્યા છે. હિંગળાજ માતાજીના ભૂવા દ્વારા વડગાળ અને જોડ કાઢવા મામલે ભૂત અથવા વળગાડ ઉતરે ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હોવાનો સ્થાનિકોમાં ચર્ચા છે. પીડિતોને વળગાડ હોય તો અહીં ઉતરવા આવતા હોવાની લોકમુખે ચર્ચા છે.
અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મઢી ગામ પાસે અંધશ્રદ્ધામાં 25 વર્ષીય મહિલાનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો હતો. દ્વારકા તાલુકાના વચલી ઓખા મઢી દરગાહ સામેના સીમ વિસ્તારમાં ખંડેર મંદિરમાં 25 વર્ષીય મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અંધશ્રદ્ધામાં 25 વર્ષીય મહિલાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતુ.
ઘરના જ ભૂવાઓએ મહિલાને મેલા વરગાડ હોવાનું કહી માર મારતા રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં. વ. 25, રહે. આરંભડા) નામની મહિલાનું મોત થયું હતું.
