ધોનીનો નિર્ણય સાર્થક, આયુષ મ્હાત્રેનું ધમાકેદાર ડેબ્યૂ

સીએસકે તરફથી 15 બોલમાં 32 રન બનાવ્યા IPL 2025 ની 38મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેમના ઘરઆંગણે ટકરાઈ હતી. બંને ટીમો…

સીએસકે તરફથી 15 બોલમાં 32 રન બનાવ્યા

IPL 2025 ની 38મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેમના ઘરઆંગણે ટકરાઈ હતી. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહત્વપૂર્ણ જીત માટે દાવેદારી કરી રહી છે. આવી સ્થિતિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ પ્લેઇંગ 11 ની પસંદગીમા તેમણે 17 વર્ષના ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપી આ ખેલાડીનું નામ આયુષ મ્હાત્રે છે. ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી ત્રીજા ક્રમ પર રમવા માટે ઉતરેલો આયુષ મ્હાત્રેએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 15 બોલમાં ધમાકેદાર 32 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં 4 ફોર ફટકારી હતી અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 213.33 ના ધમાકેદાર સ્ટ્રાઇકરેટથી રમ્યો હતો. તેની ઇનિંગથી તમામ લોકો પ્રભાવિત થયા હતા. આયુષ મ્હાત્રે મુંબઈનો રહેવાસી છે. તેમણે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂૂ કર્યું. આયુષ મ્હાત્રેએ ગયા વર્ષે ઈરાની ટ્રોફીમાં મુંબઈની રણજી ટ્રોફી ટીમ માટે ઓપનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી છે. તે જ સમયે, તેણે 7 લિસ્ટ અ મેચોમાં 65 ની સરેરાશથી 458 રન બનાવ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં, તેણે ઘરેલુ ક્રિકેટમાં બધાનું ધ્યાન ખેંચ્યું છે. હવે તે IPLમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *