સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની સફળ બાયપાસ સર્જરી

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપર અમદાવાદમાં એપિક હોસ્પિટલમાં ડો. અનીલ જૈને બાયપાસ સર્જરી કરી છે અને તે સફળ થઇ છે. ગુણવંતભાઈ ડેલાવાળાને તાજેતરમાં હ્રદયરોગનો…

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપર અમદાવાદમાં એપિક હોસ્પિટલમાં ડો. અનીલ જૈને બાયપાસ સર્જરી કરી છે અને તે સફળ થઇ છે. ગુણવંતભાઈ ડેલાવાળાને તાજેતરમાં હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ એપિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં શુક્રવારે ડો. અનીલ જૈને તેમના ઉપર બાયપાસ સર્જરી કરી હતી અને તે સફળ થઇ હતી. ગુણવંતભાઈને બે નળીમાં બ્લોકેજ હતું..હવે તેમની તબિયત સુધારા ઉપર છે.

હોસ્પિટલના સુત્રો અનુસાર, ગુણવંતભાઈ ઉપર બાયપાસ સર્જરી થઇ હોવાથી તેમને અહી એકાદ અઠવાડિયુ રહેવું પડશે અને પછી રજા અપાશે.ગુણવંતભાઈએ તેમના માટે પ્રાર્થના કરનાર તમામનો આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *