પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 70 લાખ વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભ

  શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર અને GCERTના શૈક્ષણિક આયોજન મુજબ આજે તારીખ 7મી એપ્રિલથી રાજ્યની તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતાં 70 લાખથી વધુ વિદ્યાર્થીઓની શાળાકીય વાર્ષિક…

 

શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર અને GCERTના શૈક્ષણિક આયોજન મુજબ આજે તારીખ 7મી એપ્રિલથી રાજ્યની તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતાં 70 લાખથી વધુ વિદ્યાર્થીઓની શાળાકીય વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 3થી 5 અને ધોરણ 9-11ના વિદ્યાર્થીઓની પરીક્ષા 7મી એપ્રિલથી જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા 16મી એપ્રિલથી શરૂૂ થશે. પ્રાથમિકની તમામ પરીક્ષાઓ 25મી એપ્રિલે પૂર્ણ થશે જ્યારે હાઈસ્કૂલની પરીક્ષા 21મીએ પૂર્ણ થશે.

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી તમામ સ્કૂલોમાં એક સમયે જ પરીક્ષા યોજવાની શિક્ષણ વિભાગ દ્વારા સુચના અપાઈ છે. ધોરણ 3થી 5ની પરીક્ષા 6 દિવસ ચાલશે. ધોરણ 6થી 8ની પરીક્ષા 8 દિવસ ચાલશે. ધોરણ 3થી 5ની પરીક્ષા 7 એપ્રિલથી શરૂૂ થશે, જેમાં પ્રથમ દિવસે ગુજરાતી, તારીખ 8મીએ ગણિત, તારીખ 9મીએ પર્યાવરણ, તારીખ 11મીએ હિન્દી, તા.12મીએ ઉર્દૂ સહિતની પ્રથમ ભાષા અને તારીખ 15 એપ્રિલે અંગ્રેજીની પરીક્ષા લેવાશે. ધોરણ 6થી 8ની પરીક્ષા 16 એપ્રિલથી શરૂૂ થશે. જેમાં 16મીએ ગુજરાતી, 17મીએ હિન્દી, 19મીએ ગણિત, 21મીએ વિજ્ઞાન, 22મીએ અંગ્રેજી, 23મીએ સામાજિક વિજ્ઞાન, 24મીએ સંસ્કૃત અને 25મી એપ્રિલના રોજ ઉર્દૂ સહિતની પ્રથમ ભાષાની પરીક્ષા યોજાશે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ 7મી શરૂૂ થશે અને 21મીએ પૂર્ણ થશે. હાઈસ્કૂલની પરીક્ષા અગાઉના કાર્યક્રમ મુજબ 12મી એપ્રિલે પૂર્ણ થવાની હતી પરંતુ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપના પરીક્ષાના લીધે 12મી એપ્રિલનું પેપર 21મી એપ્રિલના રોજ લેવાનું નક્કી કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *