વેરાવિભાગ દ્વારા વધુ 8 મિલકત સીલ રૂા.57.22 લાખની વસુલાત

  મનપાન વેરાવિભાગ દ્વારા આજે બાકીદારોની વધુ 8 મિલ્કત સીલ કરી સ્થળ પર રૂા. 97.22 લાખની વસુલાત કરી હતી. વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડનો પીછો કરતા…

 

મનપાન વેરાવિભાગ દ્વારા આજે બાકીદારોની વધુ 8 મિલ્કત સીલ કરી સ્થળ પર રૂા. 97.22 લાખની વસુલાત કરી હતી. વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડનો પીછો કરતા કરતા આજ સુધીમાં રૂા. 392.78 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળેલ છે.

મનપાના વેરાવિભાગ દ્વારા આજે વિજય પ્લોટમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ છે, કડિયા નવી લાઇનમાં ’શિવ ચેમ્બરર્સ” ફર્સ્ટ ફલોર 1-યુનિટને સીલ કરેલ છે, બંગડી બજારમાં ”રિદ્ધિ સિદ્ધિ ચેમ્બરર્સ’ સેક્ધડ ફલોર શોપ નં-1 ને સીલ કરેલ છે, બંગડી બજારમાં ”રિદ્ધિ સિદ્ધિ ચેમ્બરર્સ’ થર્ડ ફલોર શોપ નં-1 ને સીલ કરેલ છે, ઉમાંકાન્ત ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.54,711, જયંત કે.જી.સોસાયટીમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.75,000, મારૂૂતિ ઇન્ઙભેરીયામાં 1- યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.43,765, પપૈયા વાડીમાં ’ પંચસીલ એપાર્ટમેન્ટ’ ગ્રાઉન્ડ ફલોરફલોર શોપ નં-1 ને સીલ કરેલ છે, ગુંદાવાડી મેઇન રોડ પર આવેલ શ્રી સિદ્ધિ વિનાયક કોમપ્લેક્ષ સેક્ધડ ફલોર શોપ નં-218 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.54,000, બાપુ નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.53,278, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.73,300, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.54,000, કોઠારીયા રોડ પર આવેલ જય નગરમાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.43 લાખ, કોઠારીયા રીંગ રોડ પર આવેલ રામ નગરમાં 2-યુનિટને સીલ કરેલ છે, નેહરૂૂ નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.51,060, સત્યમ પાર્ક મેઇન રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.15 લાખ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.52,140ની કરી હતી.

આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *