હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસીવીર ઈન્જેક્શન માટે લોકો કરતા હતા રઝળપાટ
રાજકોટમાં કુલ 57,593 કેસ નોંધાયા, 725 લોકોના મોત, સવા વર્ષની બિહામણી યાદો ફરી થઈ તાજી
માર્ચ-2020માં રાજકોટ સહિત દેશ અને દુનિયા આખીની જીવનશૈલી બદલી નાખનાર કોરોના મહામારીની ભયાનક ભુતાવળને આજે પાંચ વર્ષ પૂરા થયા છે કોરોના કાળની બિહામણી યાદો અને હોસ્પિટલોના દ્રશ્યો યાદ આવતા આજે પણ લોકો ધ્રુજી ઉઠે છે ત્યારે મહામારીની આ ભુતાવળ હજુ પણ લોકોના મગજમાંથી દૂર થઈ નથી. આ મહામારીની ઝપટમાં દેશના કરોડો લોકો આવી ગયા હતા અને કરોડો લોકોએ સ્વજનો ગુમાવ્યા હતાં. કુદરતના કોપ સામે જાણે કાળા માથાનો માનવી લાચાર-મજબુર અને પામર બની ગયો હતો.
કોરોના કાળમાં રાજાથી માંડી રંક સુધીના લોકો હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન માટે શાન-ભાન ભુલીને ભટકતા નજરે પડ્યા હતાં. કોઈ એવો માણસ નહીં હોય કે જેને કોરોનાએ ડરાવ્યો ન હોય.રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ 18 માર્ચ 2020ના રોજ નોંધાયો હતો. સાઉદી અરેબિયાથી આવેલા બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો એક જ દિવસમાં ત્રણ કેસ નોંધાતા સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું. ત્યાર બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થતો ગયો અને લોકોએ જીવનમાં ક્યારેય જોઈ ન હોય તેવી આફત શરૂ થઈ હતી. રાજકોટ સહિત ચાર મહાનગરોમાં 21 માર્ચ-2020થી લોકડાઉન લાદવામાં આવ્યું ત્યાર બાદ જાણે લોકોનું જીવન જ બદલાઈ ગયું લોકો પોતાના જ ઘરોમાંકેદ થઈ ગયા અને સતત ભયના ઓથાર હેઠળ જીવતા જોબવા મળ્યા હતાં.
કોરોનાની પ્રથમ બે લહેર ભયાનક રહી હતી ત્યારે ત્રીજી લહેર પ્રમાણમાં હળવી રહી હતી. 19 માર્ચ-2020થી 27 સપ્ટેમ્બર 2021 સુધઈના સવા વર્ષમાં રાજકોટમાં સરકારી આંકડા મુજબ કોરોના કાળ દરમિયાન કુલ 57,593 કેસ નોંધાયા હતાં. તેમાંથી 725 લોકો જીંદગીનો જંગ હાર્યા હતાં જ્યારે 57,218 લોકો કોરોના સામેનો જંગ જીત્યા હતાં. શહેરમાં કુલ 1 લાખ 97 હજાર 518 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતાં.
કોવિડ કાળ: લોકડાઉનનો ઘટનાક્રમ
20 માર્ચે: ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂૂપાણીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ‘જનતા કર્ફ્યુ’ને ધ્યાનમાં રાખીને 22 માર્ચે રાજ્યમાં કોઈપણ સરકારી બસો કામ કરશે નહીં.
21 માર્ચ: રાજ્યમાં કોવિડ-19ના કેસમાં વધારો થતાં, ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરોને આંશિક રીતે તાળાબંધી કરી છે. ચાર શહેરોમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી તમામ દુકાનો 25 માર્ચ સુધી બંધ રહેશે અને 29 માર્ચ સુધી સરકારી કચેરીઓ રોટેશનલ ધોરણે અડધી તાકાતથી કામ કરશે. મુખ્યમંત્રી વિજય રૂૂપાણીએ જાહેરાત કરી કે અમદાવાદની નવી 1,200 બેડની ક્ષમતાવાળી સિવિલ હોસ્પિટલ માત્ર કોરોનાવાયરસ દર્દીઓની સારવાર માટે જ રાખવામાં આવશે અને નોડલ ચેપ નિયંત્રણ કેન્દ્ર તરીકે સેવા આપશે.
22 માર્ચ: ગુજરાતમાં પ્રથમ ઈઘટઈંઉ-19 મૃત્યુ નોંધાયું. સુરતમાં 69 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. ગુજરાત સરકારે આંશિક લોકડાઉન ગાંધીનગર સુધી લંબાવ્યું.
23 માર્ચે ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જાહેરાત કરી કે 24 માર્ચના સવારે 12:00 વાગ્યાથી શરૂૂ કરીને 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતને સંપૂર્ણ લોકડાઉન હેઠળ રાખવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે ઈઘટઈંઉ-19 રોગચાળા વચ્ચે સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે નસ્ત્રઅત્યંત તાકીદની બાબતોસ્ત્રસ્ત્ર વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા સાંભળવાનો નિર્ણય કર્યો.
24 માર્ચ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઘટઈંઉ-19 સામે નિવારક પગલાં તરીકે 25 માર્ચથી 14 એપ્રિલ સુધીના 21 દિવસ માટે સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.
