રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે સરકાર પાસેથી જમીન મેળવી વર્ષો સુધી ઉપયોગ કર્યા વગર જ જમીનો રાખી મુકનાર આસામીઓ સામે કલેકટર તંત્ર દ્વારા શરતભંગની કાર્યવાહી શરુ કરી આઠ જેટલા પ્લોટ સરકાર હસ્તક લઇ લેતા આવા આસામીઓમા ફફડાટ ફેલાયેલ છે.
રાજકોટ તાલુકાનાં બામણબોર ગામે સ.નં. 191 પૈકીની સરકાર દ્વારા ઔધ્યોગિક તેમજ સખાવતી પ્રવૃતિઓ માટે આપવામાં આવેલ જમીનો ઉપર વર્ષોથી કોઇ પ્રવૃતિ થતી ન હોવાનું ધ્યાને આવતાં મદદનીશ કલેકટર, રાજકોટ (શહેર-2) દ્વારા શરતભંગ અંગેનાં કેસ પ્રોસીડીંગ્ઝ ચલાવી, પક્ષકારોને સાંભળી તેમજ આધાર પૂરાવાઓ રજુ કરવાની પુરતી તક આપી હતી . જે કિસ્સાઓમાં કોઇ પ્રવૃતિ કરવામાં આવેલ નથી તેવા કુલ 08 (આઠ) પ્લોટોની સરકારની જમીનો સરકાર હસ્તક લઇ લેવા હુકમ કરવામાં આવેલ છે.