ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિનો પણ સમાવેશ થાય છે.એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, કુંભારવાડા રેલ્વે અંડર બ્રિજ પાસે મહાલક્ષ્મી મીલની ચાલી નજીક બોરડીના ઝાડ નીચે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી.પોલીસે પકડેલા આરોપીઓમાં અસ્લમભાઈ રાઠોડ (37), શકિલ શેખ (34), સલીમભાઈ મધરા (42), મહેશ ગોહેલ (36), યુનુસ ઉર્ફે ઈનો ગંલઢેરા (42) અને ભીમદેવસિંહ ગોહિલ (48)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂૂ. 25,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બોરતળાવ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.