મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 10 દિવસ માટે મુલાકાતીઓને મળી શકશે નહીં. ગુજરાતમા આગામી દિવસોમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રવાસ અને હાલમા રાષ્ટ્રપતિની ચાલી રહેલી મુલાકાતનાં પગલે આજે આ જાહેરાત કરવામા આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામા આવ્યુ છે કે આગામી સમયમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને લગતી તૈયારીઓ અને કામગીરીનાં દેખરેખમા વ્યસ્ત હોયને મુલાકાતીઓ માટે પોતાનો સમય ફાળવી શકશે નહીં જેથી તા. 27 ફેબ્રુઆરીથી લઇને 9 માર્ચ સુધી મુલાકાતીઓને ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા માટે ન આવવા અપીલ કરવામા આવી છે.
