સ્માર્ટ સિટી નજીક ગેરકાયદે દબાણો હટાવાશે

  ત્રણ નોટિસ છતાંય દબાણ ન હટાવાતા કલેક્ટર આકરા પાણીએ, માધાપર ચોકડી નજીકનું દબાણ પણ હટાવાશે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં…

 

ત્રણ નોટિસ છતાંય દબાણ ન હટાવાતા કલેક્ટર આકરા પાણીએ, માધાપર ચોકડી નજીકનું દબાણ પણ હટાવાશે

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં જુદા જુદા સ્થળે આવેલી કરોડો રૂૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો ઉપર સંબંધિત મામલતદારોનાં બુલડોઝરો ધડાધડ ફરી રહ્યા છે. અને કિંમતી જમીનો ખૂલ્લી કરાવાઈ રહી છે.

રાજકોટ શહેરના સ્માર્ટ સિટી નજીક રાજકોટ મહાનગરપાલિકાના આપેલી 16,000 ચોરસ મીટર કરોડોની જમીન ઉપર છેલ્લા કેટલાય સમયથી બિનઅધિકૃત દબાણો કરવામાં આવ્યા હતા. જેમાં બે ડઝન જેટલા મકાનો પણ ખડકી દેવામાં આવ્યા હતા જેને લઇ પશ્ચિમ મામલતદાર અજીત જોશી દ્વારા દમણકારોને નોટિસ આપવામાં આવી હતી .અને તાત્કાલિક દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

પશ્ચિમ મામલતદારના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મામલતદાર દ્વારા ત્રણેય નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા આગામી 24 કલાકમાં મકાન ખાલી તેમજ દબાણ હટાવવા માટે સૂચના આપવામાં આવી છે. જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો વડાપ્રધાનના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

બીજી બાજુ રાજકોટ શહેરની માધાપર ચોકડી નજીક તાલુકા મામલતદાર દ્વારા સર્વે નંબર 111 પૈકીની 300 ચોરસ મીટર સરકારે જમીન પર દબાણથયાનું ધ્યાનમાં આવ્યા બાદ નોટિસો આપવામાં આવી હતી છતાં પણ દબાણ દૂર ન કરતા આવતા અઠવાડી ડિમોલ ની કામગીરી હાથ ધરવામાં આવશે અને 300 ચોરસ મીટરમાં ખડકાયેલી ત્રણ જેટલી દુકાનો સહિતનું દબાણ તાલુકા મામલતદર દૂર કરવામાં આવશે.

 

કોઠારિયા વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ અંગે તપાસના આદેશ
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોઠારીયા રોડ પર ખાનગી માલિક દ્વારા થોડા સમય પહેલા બિનખેતી જમીન કરાવવામાં આવી હતી પરંતુ બાજુમાં રહેલી સરકારી ત્રણ એકર જેટલી જમીન દબાણ કરી અને ત્યાં કોમર્શિયલ ઉપયોગ શરૂૂ કરી દીધું હોવાનું મામલતદારના ધ્યાનમાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ કલેક્ટરને કરવામાં આવ્યો છે અને કલેક્ટર દ્વારા દબાણ કરતા ને નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *