દીપડા બાદ સિંહ ચડી આવતા ખેડૂતોમાં ફફડાટ
ગુંદાસરા નજીક દિપડો પિંજરે પુરાયાની ઘટના બાદ ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામના સીમ વિસ્તારમાં સિંહે ગાયનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે અને સિંહના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. છૈલ્લા કેટલાક વર્ષોથી દેરડી સુલતાનપુર પંથક માં અવારનવાર સિંહ ધામા નાખતા હેય છે.
દેરડી (કુંભાજી) ગામની સીરવાણીયાની સીમમાં લાલજીભાઈ નરોડીયાની વાડીમાં સિંહે રખડતી ભટકતી ગાય ઉપર ગઈ કાલે હુમલો કર્યો હતો ગાયને ગંભીર ઈજા પહોચી હતી ત્યારે ઈજા કરેલ ગાયનું બીજા દિવસે મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
અમરેલી પંથકમાંથી રાજકોટ જિલ્લાની બોર્ડરના સીમ વિસ્તારમાં આવી ચડેલા સિંહને લઈને ગોંડલ ફોરેસ્ટના કર્મચારી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. હજુ તો ગોંડલના ગુંદાસરાની સીમમાં દીપડો પકડાયાની ગણતરીની કલાકોમાં સિંહ આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
