જેતપુરમાં સાડીના કારખાનામાં આગ ભભૂકી

રો-મટિરિયલ સહિત લાખો રૂપિયાનો માલ સામાન ખાખ : આગ બુઝાવવા ફાયર ફાઈટરો દોડાવ્યા જેતપુરમાં નવાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સાડીના એક કારખાનામાં આજે ભીષણ આગ…

રો-મટિરિયલ સહિત લાખો રૂપિયાનો માલ સામાન ખાખ : આગ બુઝાવવા ફાયર ફાઈટરો દોડાવ્યા

જેતપુરમાં નવાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સાડીના એક કારખાનામાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાનું નુક્શાન થવા પામેલ છે. કાપડનો જથ્થો સળગતા આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતાં. આગના પગલે જેતપુર ઉપરાંત ધોરાજી અને ઉપલેટાના ફાયર બ્રિગેડને કામે લગાડવામાં આવેલ છે.

આગ લાગવાની ઘટનાનો સીલસીલો યથાવત હોય તેમ દરરોજ આગ ભભુકવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં જેતપુરમાં નવાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલા અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં સાડીના યુનિટ અને મશીનમાં અગમ્યકારણસર આગ ભભુકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુર દુર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતાં.

આગને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે કારખાનામાં કામ કરતા મજુરોમાં નાસભાગ મચી ગઈ હતી. અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આગ ભભુકી ઉઠી હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો અને જેતપુર નગરપાલિકાના ત્રણ ફાયર ફાયટરો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતાં. ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંબિકા ઈન્ડસ્ટ્રીઝમાં ભભૂકી ઉઠેલી આગમાં રો મટીરીયલ સહિત અંદાજે કરોડો રૂપિયાનો માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની પહોંચી નહીં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જેતપુરના અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ભભુકી ઉઠેલી આગ પાછળનું કારણ જાણવા પોલીસ અને ફાયર વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *