ગોંડલની ઉમવડા ચોકડીએ કાલે બે મુદતી ઉપવાસ આંદોલન

રાજકોટ જેતપુર વચ્ચેના 60 કી.મી.ના અંતરમાં આવેલ હાઇવે પરનું એક ટોલનાકું બંધ કરાવવા હવે આંદોલન નું રણશિંગુ ફૂકાયું છે ત્યારે પ્રજાલક્ષી આ આંદોલનને ગોંડલ શહેર…

રાજકોટ જેતપુર વચ્ચેના 60 કી.મી.ના અંતરમાં આવેલ હાઇવે પરનું એક ટોલનાકું બંધ કરાવવા હવે આંદોલન નું રણશિંગુ ફૂકાયું છે ત્યારે પ્રજાલક્ષી આ આંદોલનને ગોંડલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

રાજકોટથી જેતપુર વચ્ચેના નેશનલ હાઇવે પર 60 કી.મી.ના અંતરમાં બે ટોલનાકા ધમધમી રહેલા છે જે ગેરકાયદેસર છે 60 કી.મી.ના અંતરમાં માત્ર એકજ ટોલનાકું હોઈ શકે તેમ કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી એ લોકષભમાં તા.22-3-2022 ના નિવેદન આપેલ છે.ત્યારે ભરૂૂડી અને પીઠડીયા ખાતે આવેલા બે ટોલ પ્લાઝા માથી કોઈ એક ટોલ પ્લાઝા બંધ કરાવવા માટે ગોંડલ ના એડવોકેટ ધ્રુવકુમાર કાછડીયા એ ગોંડલ ઉમવડા ચોકડી એ ખોડલદીપ હોટલ સામે ગોકુલવાટીકા ના દ્વાર નજીક આવતીકાલે તા.25 થી બે મુદતી ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.

આ અંગે કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી,રાજ્ય ના મુખ્યમંત્રી,જીલ્લા કલેક્ટર રાજકોટ,એસ.પી.કચેરી રાજકોટ ગ્રામ્ય,નેશનલ હાઇવે ઓથોરીટી ઓફિસ માધપર ચોકડી ,ગોંડલ શહેર મામલતદાર, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન,ને આવેદન પાઠવીને આ અંગે જાણ કરાઇ છે.

જનહોતના આ આંદોલન ને ગોંડલ શહેર તથા તાલુકા કોંગ્રેસ પાર્ટીએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

પ્રજાના પ્રશ્ને પ્રજા સાથે રહેવાની જાહેરાત કરી છે આમ આ આંદોલન શરૂૂ થાઈ એ પહેલા જ જનહિતના પ્રશ્ને લોકમત કેળવાતો જાય છે અને આંદોલન વધુ મજબુત બને અને અન્ય પક્ષો કે આગેવાનો કાર્યકરો તમામ સમાજ સેવા સંસ્થાનો, ધાર્મિક સંસ્થાનોના હોદેદારો, તમામ સમાજના આગેવાનો તેમજ તમામ ઇન્ડસ્ટીઝ જેમ કે શાપર,મેટોડા,આજીડેમ,રીબડા, લોધિકા, જામવાડી, ભૂણાવા, જેતપુર ડાઇંગ એસોસીએસન, આ આંદોલન માં જોડાઇ તેવી ધ્રુવ કાછડીયા એ નમ્ર અપીલ છે સરકાર હાઇવે તંત્ર આ બાબતે તાકીદની અસરથી જાગે અને નાગરિકોના નિર્ણય જાહેર કરે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *