યુનિવર્સિટી રોડ પર બનેલો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયા
શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા યોગીનગરમાં રહેતા યુવાને ક્રેડિટ કાર્ડ પર આપેલા મોબાઈલના હપ્તાની ઉઘરાણી માટે યુનિવર્સિટી રોડ પર ગયો હતો ત્યારે ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ ઉપર આવેલા યોગીનગરમાં રહેતા ભાર્ગવ જયસુખભાઈ ભીંડી નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં યુનિવર્સિટી રોડ ઉપર દ્વારકાધીશ હોટલ પાસે હતો ત્યારે મહેશ અને અભિ નામના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ગવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર અભીએ ક્રેડિટ કાર્ડ પર ભાર્ગવ ભીંડી પાસેથી એક મોબાઇલ લીધો હતો જ્યારે જયદીપ જાદવ પાસેથી ક્રેડિટ કાર્ડ પર બે મોબાઈલ લીધા હતા ક્રેડિટ કાર્ડ પર લીધેલા મોબાઈલના હપ્તા નહીં ભરતા ભાર્ગવ ભીંડી હપ્તાની ઉઘરાણી અર્થે અભીના ઘરે ગયો હતો ત્યારે અભી અને તેના પિતરાઈ ભાઈએ ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસને નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
