શહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી

રાજકોટ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ…

રાજકોટ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કર્યો છે.

રાજકોટ શહેરના 100થી વધુ કમર્કચારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. ેજમાં 72 જેટલા ડ્રાઈવર તથા 35થી વધુ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઉપરાંત એસઓજી, ક્રાઈમ બ્રાંચ અને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના બદલીના હુકમ કરાયા છે. આ બદલીના હુકમ સાથે પોલીસ સ્ટેશનમાં પણ મોટા પાયે ફેરફારો થશે.
શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા વખતથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીના હુકમો પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન ઉપરાંત અલગ અલગ બ્રાંચમાં ફરજ બજાવતા 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલીના હુકમ કરવામાં આવતા શહેર પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો જોવા મળ્યા છે.

ગઈકાલે સાંજે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કરેલા બદલીના હુકમોમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી તથા અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 72 જેટલા પોલીસ કોન્સ્ટેબલ (ડ્રાઈવરની) બદલીના હુકમ કર્યા હતાં. સાથે સાથે 35 જેટલા પોલીસ કર્મચારીઓને બઢતી પણ આપવામાં આવી છે. અને બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

ેજમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા સહદેવસિંહ પંચમસિંહ રાણાને એએસઆઈ તરીકે બઢતી મળતા તેમને ટ્રાફિક શાખામાં જ્યારે ધર્મેશભાઈ પ્રભાતભાઈને આર્થિક ગુના નિવારણ શાખામાંથી તાલુકામાં, કુલદિપસિંહને પણ તાલુકા પોલીસ મથકમાં તેમજ પ્રજ્ઞાબેન દિનેશ કુમારને થોરાળા, કિંજલબેન દિનેભાઈને તાલુકા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એસ ઓજીના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને થોરાળા, મુકેશભાઈને તાલુકા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં હવે પીઆઈની બદલીને લઈને પણ ચર્ચાઓ થઈ ગઈ છે. ત્યારે શહેર પોલીસબેડામાં હવે ટુંક સમયમાં જ મોટાપાયે ફેરફારો કરવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *