દ્વારકા 27 કામદારોને કાયમી કરવાના ન્યાયપંચનો હુકમ યથાવત્ રાખતી હાઇકોર્ટ

દ્વારકા નગરપાલિકાએ ઔદ્યોગિક ન્યાયપંચના આદેશને પડકારતી અરજી કરી’તી દ્વારકા નગરપાલિકાના આશરે 27 કામદારોએ ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ તેમના યુનિયન જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કાયમી…

દ્વારકા નગરપાલિકાએ ઔદ્યોગિક ન્યાયપંચના આદેશને પડકારતી અરજી કરી’તી

દ્વારકા નગરપાલિકાના આશરે 27 કામદારોએ ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ તેમના યુનિયન જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કાયમી કરવાનો વિવાદ ઉપસ્થિત કરી રજૂઆત કરેલ છે. આ કેસોમાં સંકળાયેલા ર7 કામદારો સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ હોદ્દાઓ પર સતત અને સળંગ રીતે કાયમી પ્રકારની કામગીરી કરતાં હોવાછતાં તેઓને કાયમી કરવામાં આવતા નથી કે કાયમી કર્મચારીઓને મળતાં લાભો ચૂકવવામાં આવતાં નથી અને તેઓએ દરેક વર્ષમાં ર40 દિવસો કરતાં વધુ સમયની નોકરી કરેલ હોવાછતાં તેઓને કાયમી લાભોથી વંચિત રાખવામાં આવે છે. જે ખુબ જ અન્યાયી છે અને જેનાથી તેઓને ઘણું આર્થિક નુકસાન જાય છે.

સંસ્થાએ યુનિયનની માંગણી ચાલવાપાત્ર બનતી ન હોવાનું જણાવી કેસો રદ કરવા રજૂઆત કરેલ હતી. ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગરે બંને પક્ષોની રજૂઆતો, પૂરાવાઓ, દલીલો સાંભળ્યા બાદ યુનિયનની માંગણી ગ્રાહ્ય રાખેલ અને હાલના ગ્રુપ શ્રમયોગીઓને 240 દિવસની નોકરી પૂરી થયેથી વર્ગ-4 માં કાયમી કામદાર તરીકે રાખવાનો સંસ્થાને સને 2017માં આદેશ આપેલ હતો.

ઉક્ત ચૂકાદાઓ દ્વારકા નગરપાલિકા દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારેલા હતા જેમાં લંબાણપૂર્વકની દલીલો થયા બાદ ગુજરાત હાઈકોર્ટે તા.11-02-2024ના હુકમથી સંસ્થાની પીટીશનો રદ કરેલ છે અને ન્યાયપંચનો કામદારોને કાયમી કરવાના ચૂકાદાઓ માન્ય અને મંજુર રાખેલ છે. હાઈકોર્ટે તેના ચૂકાદામાં ઠરાવેલ છે કે જ્યારે કામદારો છેલ્લા 30 વર્ષોથી સતત અને સળંગ કામગીરી કરતાં હોય ત્યારે સંસ્થાની યોગ્ય પ્રક્રિયા વગર કામદારોની ભરતી કરેલ હોવાથી કે સેટઅપ માટે સરકારની મંજુરી લેવાની કે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાની રજૂઆતો માન્ય રાખેલ નહીં અને અંતમાં હાઈકોર્ટ દ્વારા ઠરાવવામાં આવેલ છે કે ઔદ્યોગિક ન્યાયપંચના શ્રમયોગીઓને કાયમી કરવાના હુકમો કાયદેસર અને વ્યાજબી છે તેમ ઠરાવી સંસ્થાની પીટીશનો રદ કરેલ છે.આ ઐતિહાસિક ચૂકાદાથી કામદારોમાં અનંદનું મોજું ફરી વળેલ છે અને તેઓને છેલ્લા ઘણા વર્ષોની પગાર તફાવતની તથા અન્ય આર્થિક લાભોનો ફાયદો થશે. આ કેસો ભારતીય મજદૂર સંઘના હસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ પંકજભાઈ રાયચૂરા દ્વારા ચલાવવામાં આવેલ છે. યુનિયન વતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીત રાજ્યગુરૂૂ દ્વારા ધારદાર દલીલો કરી કામદારોને લાભો અપાવેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *