દીવાલ ટપીને ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવી ફૂટેજમાં કેદ
શહેરમા છેલ્લા ઘણા સમયથી તસ્કરી અને તફડંચીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા લોહાનગરમા વિપટેક પ્રા. લી. કંપનીના ગોડાઉનમાથી 6 બેટરી રૂ. પ4,પ00 ની કોઇ અજાણ્યો ચોર ચોરી જતા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. આ મામલે એ ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેઝ ચેક કરતા તેમા એક શખ્સ નજરે પડયો હતો અને તેની ઓળખ મેળવી તેની શોધખોળ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ નવા થોરાળામા રહેતા અને વિપટેક પેરી ફેલ્સ નામની કંપનીમા મેનેજર તરીકે ફરજ બજાવતા અનીલ છગનભાઇ ડોડીયા નામના આધેડે પોતાની ફરીયાદ જણાવ્યુ હતુ કે તેઓ આ કંપનીમા 16 વર્ષથી નોકરી કરે છે. તા 11 ના રોજ સવારના 11 વાગ્યે પોતે કંપનીએ હતા ત્યારે કંપનીના ગોડાઉનના લોજીસ્ટીક ઇન્ચાર્જ દિવ્યરાજભાઇ ગોંડલીયાનો કોલ આવ્યો અને તેમણે કહયુ કે ગોડાઉનમા પડેલી બેટરીનો સ્ટોક ઓછો છે જેથી ત્યા ગોડાઉનમા પડેલ માલ સામાનનો સ્ટોક વેરીફીકેશન કરાવતા તેમાથી કુલ 16 બેટરીમાથી 6 બેટરી ઓછી હતી.
તેમજ ત્યા ગોડાઉનનો બારીનો સળીયો એક સાઇડથી તુટેલી હાલતમા હતો. જેથી આ ઘટના અંગે કંપનીના આઇટી હેડ રીપલભાઇને બોલાવી ગોડાઉનના સીસીટીવી ફુટેઝ ચેક કરતા તા. 9 ના રોજ રાત્રીના ર થી 4 ના સમયગાળા વચ્ચે અજાણ્યો શખ્સ ગોડાઉનની દિવાલ ઠેકીને કોઇ વસ્તુ વડે ગોડાઉનની બારીનો સળીયો તોડી અને પોતાનો હાથ નાખી બેટરી લઇ જતો જોવા મળ્યો હતો.
આ મામલે એ ડીવીઝન પોલીસમા ફરીયાદ નોંધાવતા પીએસઆઇ રાણા અને સ્ટાફે આરોપીની ઓળખ મેળવી સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
