ભાજપને મત આપશો તો મહંમદ નગરીને રામનગરી બનાવીશું

વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની…

વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે સભા સ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે.

સતીષ પટેલે કહ્યું હતું કે, ભાજપના ચારેય ઉમેદવારોને જિતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં. તો બીજી તરફ કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય પટેલે કહ્યું હતું કે, કરજણની મહંમદ નગરીને રામ નગરી બનાવીશું. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારોને મત નહિ આપો અને દગો કર્યો તો મકાનો તોડી પાડીશું. અને જો ભાજપને મત આપશો તો મકાનો બચી જશે.

મતદારોને ધમકી આપતાં તેમણે જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધી મહંમદ નગરના 512 મકાનોમાંથી 100 મકાનોનું ભાડૂં ઉઘરાવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.વધુમાં સતીષ પટેલે કહ્યં હતું કે, મહંમદ યુસુફ સિંધી વિસ્તારમાં પોતાને આકા સમજી રહ્યો છે. અને ગરીબો ઉપર દાદાગીરી કરી રહ્યો છે. તે કહે છે કે ચૂંટણી જીત્યા પછી અમે ભાજપમાં જવાના છે. પરંતુ ભાજપ તેમને ક્યારેય પાછા લેશે નહીં., જે પરત લઇ લીધી છે. રૂૂપિયા 1.86 લાખની વીજચોરીનું બિલ આપવામાં આવ્યું છે. ભાજપના નામે ગરીબોને લૂંટવાનું તેણે કામ કર્યું છે. પરંતુ, હવે આ રાવણરૂૂપી મહંમદને ઘરભેગો કરવાનો સમય આવી ગયો છે.

ચૂંટણીમાં મતદારો તમે તેને ઘરભેગો કરો પછી અમે રાવણરૂૂપી મહંમદનો વધ કરીશું.
રવિવારે યોજાયેલી આ જાહેર સભામાં કરજણ નગર પાલિકાની ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધીએ એક લાખ, દોઢ લાખ અને બે લાખમાં સરકારી પ્લોટો વેચીને મહંમદ નગરી ઊભી કરી છે. પરંતુ આવનાર સમયમાં મહંમદ નગરીને રામ નગરી બનાવવાનું કામ ચૂંટાઇને આવનાર વોર્ડ નંબર 7ના ઉમેદવારો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *