દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત

  દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં…

 

દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભગવા સુનામીમાં આમ આદમી પાર્ટી ધોવાઈ ગઈ છે. દિલ્હીમાં AAPએ માત્ર સત્તા ગુમાવી નથી, પરંતુ તેના મોટા નેતાઓ પણ ચૂંટણી હારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. મનીષ સિસોદિયા પણ જંગપુરાથી પોતાની બેઠક બચાવી શક્યા નહીં. જોકે કાલકાજીથી CM આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવ્યાં છે.

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભારે રસાકસી બાદ અંતે જીત મેળવી છે. તેમણે કાલકાજી બેઠક પરથી રમેશ બિધૂડીને 989 મતોના માર્જિનથી હરાવ્યા છે. AAP ની કારમી હારમાં દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા હાર્યા છે. પરંતુ આતિશીએ જીત હાંસલ કરી પાર્ટીની લાજ રાખી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 27 વર્ષનો દુકાળ સમાપ્ત કર્યો છે. ભાજપ 46 બેઠકો પર આગળ છે. AAP કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપના પૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત વચ્ચે મુકાબલો હતો. જેમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે. ભાજપના પરવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાએ તેમને 600 મતોથી હરાવ્યા હતા. એવામાં મનિષ સિસોદિયાએ ભાજપના ઉમેદવારને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *