શહેરના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રહેતા સૈયદ યાસીનશાના ત્રણ વર્ષના પુત્ર સલમાનશાહનું આજે ફુગ્ગો ફુલાવા જતાં તે નળીમાં ફસાતાં તનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે તપાસ કરતાં મળેલી વિગતો મુજબ ફુગ્ગા ફુલાવી રહેલા સલમાનશાહની ઊંધી ફૂંક લાગતાં ફુગ્ગો નળીમાં અટકી ગયો હતો. ઘરની બહાર જ હોઇ તરત સારવાર અર્થે લઇ જવામાં આવ્યો, પરંતુ ગણતરીની મિનિટોમાં જ તબીબની સારવાર નસીબ થાય તે પહેલાં જ તેણે આ ફાની દુનિયા છોડી વિદાય લઇ લીધી હતી. આ બનાવથી કુટુંબ, પરિવાર તથા માંડવીમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.