મિત્રને કોર્ટ મેરેજમાં મદદ કરતા કોલેજિયનનુ અપહરણ કરી ચાર શખ્સોએ બેફામ માર માર્યો

કુવાડવાના સોખડા રોડ પર સાત હનુમાન મંદિર નજીક નીરાત નગરમા રહેતા યુવાનનુ મિત્રને કોર્ટ મેરેજમા મદદ કરવા મામલે ચાર શખ્સોએ અપહરણ કરી લઇ જઇ બેફામ…

કુવાડવાના સોખડા રોડ પર સાત હનુમાન મંદિર નજીક નીરાત નગરમા રહેતા યુવાનનુ મિત્રને કોર્ટ મેરેજમા મદદ કરવા મામલે ચાર શખ્સોએ અપહરણ કરી લઇ જઇ બેફામ માર મારતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ નીરાત નગરમા રહેતા રાકેશ ડાયાભાઇ સાગઠીયા (ઉ.વ. ર1) એ પોતાની ફરીયાદમા જયરાજ બાબુ ગમારા , જયરાજના માસીયાઇ ભાઇ કેવલ અને તેની સાથેના રપ થી 30 વર્ષના બીજા ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અપહરણ, મારામારી સહીતની ફરીયાદ નોંધાઇ હતી.

રાકેશે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે યાજ્ઞિક રોડ પર આવેલી લો કોલેજમા એલએલબીના બીજા વર્ષમા અભ્યાસ કરે છે તેમજ તેમના પિતા સિકયુરોટીની નોકરી કરે છે તા 15-1 ના રોજ સાંજે તેમનો મિત્ર અશોક બાબુ ગમારા તેમની પાસે આવ્યો હતો અને પ્રેમીકા સાથે કોર્ટ મેરેજ કરવા છે તેવુ જણાવતા રાકેશે જુની કોર્ટ પાસે આવેલ હર્ષાબેનનો કોન્ટેક કરાવ્યો હતો. ત્યારબાદ તા. 18-1 ના રોજ બપોરના સમયે રાકેશ ત્રિકોણબાગ પાસે આવેલી એસબીઆઇની સામે મોમાઇ હોટલે હતો ત્યારે મિત્રો અશોક ગમારાનો કોલ આવ્યો હતો અને તેઓ હર્ષાબેન વકીલની ઓફીસે ગયો ત્યારે અશોક ગમારા અને તેનો મિત્ર ધાર્મીક મકવાણા (રહે. નવાગામ) હાજર હતા દરમ્યાન હર્ષાબેનની સલાહ મુજબ 200 – 200 અને 50 રૂપીયાના નોન જયુડીશ્યલ સ્ટેમ્પ પેપર ખરીદયા હતા જેથી વકીલ હર્ષાબેન મકવાણાએ અશોકને બે ત્રણ દિવસમા તમારૂ મેરેજ સર્ટીફીકેટ આવી જશે તેમ જણાવ્યુ હતુ ત્યારબાદ રાકેશ પોલીસ ભરતીની તૈયારી કરતો હોય તા 21 ના રોજ રાત્રે પોતે નવાગામે હતો ત્યારે અશોક ગમારાનો કોલ આવ્યો હતો તેમણે પોતાનુ મેરેજ સર્ટીફીકેટ આવી ગયુ હોવાનુ જણાવ્યુ હતુ અને બંનેને ભાગી જવુ હોય જેથી અશોક અને તેની પ્રેમીકા પુજા બંનેને ગાડીની વ્યવસ્થા કરાવી દીધી હતી અને બંનેને મિત્ર મારફતે અમદાવાદ ઇસ્કોન પાસે ઉતારી પરત આવી ગયો હતો. ત્યારબાદ ર7 ના રોજ અશોકના ભાઇ જયરાજ સહીતનાઓએ શાસ્ત્રી મેદાનથી રાકેશનુ અપહરણ કરી લઇ જઇ ભીચરી તેમજ મહીકાના પાટીયા પાસે અશોક વિશે પુછપરછ કરી બેફામ માર મારી જ્ઞાતી પ્રત્યે હડધુત કરતા રાકેશે પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *