ભાવનગર નજીકના વિશ્વપ્રસિદ્ધ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસ.બી.આઈ. બેન્કના એટીએમમાં રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો હતો. જોકે, આગ ઓલવવા માટેના સાધનો હાથ વગા હોવાથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો .આથી એટીએમમાં રહેલ ચલણી નોટ સલામત રહી હતી.