રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને સુરેન્દ્રનગર મનપાના કમિશનર બનાવાયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઘડિયા ગણાય રહ્યા છે. સરકાર દ્વારા બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં હજુ એક વર્ષ પણ ફરજ નહીં નિભાવનાર રાજકોટ…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઘડિયા ગણાય રહ્યા છે. સરકાર દ્વારા બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં હજુ એક વર્ષ પણ ફરજ નહીં નિભાવનાર રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેની 10 મહિનામાં જ બદલી કરી નવનિયુક્ત મહાનગરપાલિકા સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ સોંપવામાં આવી છે.

રાજકોટના નવા ડીડીઓ તરીકે કોઈ નામની જાહેરાત હજુ સુધી સરકારે કરી નથી અને ચાર્જ સોંપવાનો આદેશ પણ કોઈને કરાયો નથી. આગામી તારીખ 20 ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે. તે પહેલા નવા ડીડીઓની નિમણૂક થવાની અથવા તો કોઈને ચાર્જ સોપાવાની શકયતા છે. સામાન્ય સભામાં ડીડીઓ સચિવ તરીકે હાજર રહેતા હોય છે પરંતુ નવનાથ ગવહાણેની બદલી થતાં હવે જેમને ચાર્જ સોંપવામાં આવશે તે અથવા તો જિલ્લા કલેકટર આ સામાન્ય સભામાં હાજર રહે તેવી શકયતા છે.

નવરચિત નડિયાદ મ્યુનિસિપલ કોર્પેારેશનના કમિશનર તરીકે સરકારે 2017 ની બેચના આઈએસ અધિકારી મિરાંત પરીખની નિમણૂક તારીખ 1 જાન્યુઆરી 2025 ના હત્પકમથી કરી હતી. પરંતુ સરકારે ગઈકાલે આ હુકમ પણ રદ કર્યેા છે અને હવે નડિયાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે 2014 ની બેચ અધિકારી અને અત્યારે ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની જવાબદારી સંભાળતા જી.એચ સોલંકીની નિમણૂક કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *