ભાવનગર શહેર ખાતે આવેલી એક રીડીંગ લાઇબ્રેરીમાં વાંચવા આવતા છ યુવકો વચ્ચે છોકરી બાબતે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે.એક યુવક વાંચવા આવતી એક યુવતીની તરફેણ કરતો હોય જે બાબતે એક શખ્સે આ યુવકને કેમ યુવતીની તરફેણ કરે છો તેમ કહી, આ શખ્સે તેના ત્રણ મિત્રોને બોલાવી યુવક તેમજ તેના મિત્રને ઢીકાપાટુ, લાકડીઓ વડે ઢોર મારમારી, ગંભીર ઇજા કરી નાસી છુટતા યુવકે ચાર શખ્સો વિરૂૂદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભાવનગર ખાતે શિવ અમૃત સોસાયટીમાં રહેતા અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા કલ્પેશભાઇ જેઠાભાઇ ચુડાસમાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટોપ થ્રી સર્કલ પાસે આવેલ શ્રીજી રીડીંગ લાઇબ્રેરીમાં વાંચવા જાય છે ત્યાંથી તેના બે મિત્રો સાથે મોટર સાયકલમાં બેસી રનીંગ કરવા ગયા હતા જ્યાંથી તે અને તેનો મિત્ર સમીર મધરાને લાઇબ્રેરી ઉતારવા ગયા હતા.ત્યાં અગાઉથી હાજર રહેલા અને સાથે વાંચવા આવતા પરેશ ચુનીલાલ જાળેલા, દર્શક જાળેલા, આકાશ નાંદવા, સંજય જાની હોય અને દર્શક જાળેલાએ કહેલ કે, તું કેમ છોકરીની તરફેણ કરે છો? તારે શું સગી થાય! તેમ કહેતા, હું અગાઉ ટ્યુશનમાં જતો ત્યાંની છે તેમ કલ્પેશભાઇએ કહેતા ચારેય શખ્સોએ સમીર મધરા અને કલ્પેશભાઇને ઢીકાપાટુનો મારમારી, લાકડી વડે મારી, ગંભીર ઇજા કરી નાસી છુટતા કલ્પેશભાઇએ પરેશ ચુનીલાલ જાળેલા, દર્શક જાળેલા, આકાશ નાંદવા, સંજય જાની વિરૂૂદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.