પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારો પ્રભાવિત, દિલ્હીમાં યલો એલર્ટ, યુપીમાં કોલ્ડ વેવની આગાહી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના…

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં પણ આવું જ હવામાન રહેવાની આશા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સખત શિયાળો ચાલુ છે. ઈંખઉ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 31 ડિસેમ્બરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કોલ્ડવેવની સ્થિતિને જોતા આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં હવામાનમાં અચાનક પલટો આવતા ઠંડીમાં વધારો થયો છે. દિવસ દરમિયાન પણ કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બરે રાજ્યમાં હવામાન સૂકું રહી શકે છે. કોલ્ડવેવની સ્થિતિને જોતા વિભાગે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. પટના સ્થિત હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર બિહારમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ દિવસ અને રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેના કારણે રાજ્યમાં લોકોને ઠંડીનો અનુભવ થશે. નવા વર્ષે ઉત્તરાખંડમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ તીવ્ર ઠંડી અને ઠંડો પવન ધ્રુજારી વધારશે. હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં હિમ અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસની આગાહી જાહેર કરી છે.

હરિયાણા અને પંજાબમાં તીવ્ર ઠંડી હતી અને સોમવારે બંને રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં પણ આટલું જ તાપમાન રહેવાની સંભાવના છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચંદીગઢમાં સોમવાર, 30 ડિસેમ્બરના રોજ દિવસ દરમિયાન તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો અને શહેરમાં મહત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ શિયાળાની મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *