સતાધારના વિવાદમાં બુધવારે શક્તિ પ્રદર્શન

સોરઠના પવિત્ર ધર્મસ્થાન સતાધારમા ચાલી રહેલા વિવાદને લઇને વિજયબાપુના સમર્થનમા આગામી તા. 1 જાન્યુઆરીને બુધવારના રોજ બીજના દિવસે તેમના સેવકો દ્વારા શકતી પ્રદર્શન કરવામા આવનાર…

સોરઠના પવિત્ર ધર્મસ્થાન સતાધારમા ચાલી રહેલા વિવાદને લઇને વિજયબાપુના સમર્થનમા આગામી તા. 1 જાન્યુઆરીને બુધવારના રોજ બીજના દિવસે તેમના સેવકો દ્વારા શકતી પ્રદર્શન કરવામા આવનાર છે.
સતાધાર ધામ આપાગીગાની લોકોની આસ્થાનું કેન્દ્ર છે પરંતુ, આ પવિત્ર ધાર્મિક સ્થળ હાલ વિવાદનું કેન્દ્ર બની ગયું છે. ધામના વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેઇલ કરી પૈસાનો તોડ કરવાનું આયોજપૂર્વક ષડયંત્ર ચાલી રહ્યા હોવાના આક્ષેપો સાથે બીજના પવિત્ર દિવસે સતાધાર ખાતે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. સોમવારે બીજના દિવસે હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે.

સતાધાર ધામ અને આપગીગાની જગ્યા તથા પરમ પૂજય વિજય બાપુને બદનામ કરવાના કૃત્યમાં વસંતભાઈ ચાવડા તથા નીતિનભાઈ ચાવડાને હાથો બનાવી, અન્ય કેટલાક હિતસ્ત્રુ લેભાગુ અમુક મોટા માથા પડદા પાછળ રહી ગુનાહિત કાવતરા કરી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા હોઈ એવુ અમને પ્રથમ દૃષ્ટિએ જણાય રહ્યું છે. જેથી, વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજય સરકાર દ્વારા ઉચ્ચકક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સતાધાર ખાતે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે સુરતમાં ઠેર-ઠેર બેનરો લગાડવામાં આવ્યા છે. આ બેનરોમાં નચાલો સત્તાધારથ લખવામાં આવ્યું છે.

સતાધારા સેવક ગણ સતાધાર ધામ અને આપાગીગાની જગ્યા અમારા માટે આસ્થા અને શ્રદ્ધાનુ કેન્દ્ર છે તેથી એ જગ્યા અને તેના મહંત પરમ પૂજય શ્રી વિજય બાપુને બદનામ કરવા તથા તેમના ચરિત્ર ને લાંછન લગાડવા તથા બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા છે ત્યારે સતાધારા સેવક ગણ દ્વારા વિશેષ બીજના દિવસે ધ્વજારોહણ કરીને વિજય બાપુના સમર્થનમાં જોધા રોહન કરીને શક્તિ પ્રદર્શન કરવામાં આવશે જેમાં 18 વર્ણના હજારો લોકો સતાધારા ખાતે પહોંચશે.

વિજયબાપુ પર આક્ષેપ કરનાર તેના ભાઇને મહંતે ગાળો ભાંડી
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા કાકાને ફોન કરીને ગાળો અને ધમકી આપનાર વિસાવદર તાલુકાના ભૂતડી ગામના દિગંબર આશ્રમના હરેશગીરીની ઘોઘારોડ પોલીસે ધરપકડ કરી છે. ભાવનગરના સુભાષનગર, એરપોર્ટ રોડ, અંબિકા પાર્કમાં આવેલ પ્લોટ નં.32 માં રહેતા નીતિનભાઈ મોહનભાઈ ચાવડાએ ગત તા. 6/12 ના રોજ ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા.18/11 ના રોજ સાંજના સમયે તેઓ તેમના પરિવાર સાથે ઘરે હાજર હતા તે દરમિયાન છ માસ પહેલા સાધુ થઈ ગયેલ તેમના મોટાભાઈ કનુભાઈ મોહનભાઈ ચાવડા ( રહે.બોરડી,તા.ધારી ) ના દીકરા હરેશગીરીએ મોબાઈલ ઉપર ફોન કરીને જણાવ્યું હતું કે પહું મારી પત્ની તથા મારા બાળકોને છોડી જુનાગઢ ખાતે સાધુ થઈ ગયો છું અને આ વાત આપણા સમાજમાં કરશો તો જાનથી મારી નાખીશથ તેવી ધમકી અને ગાળો આપી હતી. આ બનાવ અંગે નીતિનભાઈ મોહનભાઈ ચાવડાની ફરિયાદ નોંધ્યા બાદ ઘોઘારોડ પોલીસે ભૂતડી ગામના દિગંબર આશ્રમના હરેશગિરિની ધરપકડ કરી છે. છ માસ પહેલા સાધુ થઈ જનાર હરેશગીરી સતાધાર આશ્રમના મહંત વિજયગીરી ના ભત્રીજા હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *